• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Botad Municipality Action Mode, Bhabhan Road Also Bulldozed Again On The Pressure Of Residential And Commercial Construction.

દબાણ દૂર કરાયું:બોટાદ નગરપાલિકા એકશનમોડમાં, ભાભણ રોડ પણ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

બોટાદએક મહિનો પહેલા

બોટાદ નગરપાલિકા અવાર નવાર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ગેરકાયદેસર દબાણને લઈ મૌખિક તેમજ લેખિતમાં સૂચના આપવામાં આવતી હોય છે અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા જાણ કરવામાં આવતી હોય છે. પણ રહીશો દબાણ જાતે દૂર નહિ કરતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે.

બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ભાભણ રોડ પણ રહેણાંકી મકાન હોય કે દુકાનો હોય તેમની આગળ ગેરકાયદેસર રીતે માટી નાખી તેમજ ઓટલા બનાવી જાહેર જગ્યા પર પોતાનો કબજો હોય તેવું સાબિત કરતા હોય છે. જેની સામે બોટાદ નગરપાલિકા દ્વારા લાલ આંખ કરતા આજે નગરપાલિકાએ જી.સી.બી. દ્વારા માટી નાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે કામગીરીના કારણે રોડની પહોળાઈ વધુ થઈ જશે. જેના કારણે પાર્કિગ તેમજ વાહન ચાલકોને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...