તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Botad, It Was Energy Minister Saurabh Patel Who Broke The Rules And Advised The People That It Is The Responsibility Of The People To Follow The Rules.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યભાસ્કર ઈમ્પેક્ટ:ભાજપને ભાન થયું, પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે આદેશ આપવો પડ્યો કે કોઈ જ કાર્યક્રમ નહીં થાય, પૂર્વનિર્ધારિત કાર્યક્રમો પણ રદ

બોટાદ10 દિવસ પહેલા
  • હજી ગઈકાલે જ ભાજપના નવા MLA આત્મારામ પરમારે સુરત જિલ્લામાં રેલી કાઢીને સેંકડો લોકોને ભેગા કર્યા હતા
  • સૌરભ પટેલ પણ નફ્ફટાઈની હદ વટાવતાં કહ્યું, કોરોનાના નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે

અમદાવાદ સહિત ચાર શહેરમાં ગઈકાલથી કોરોનાને કારણે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના નેતાઓ બેફામ બનીને રેલીઓ, સરઘસ અને મેળાવડાઓ કાઢી કોરોનાની ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દિવ્યભાસ્કરે ભાજપની આ વૃત્તિને ઉજાગર કરી પ્રજા સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી, જેના ગંભીર પ્રત્યાઘાતો આવતાં અંતે ભાજપના પ્રદેશ-પ્રમુખે તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકરોને આદેશ કરીને કોઈપણ જાહેર કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવી પડી હતી.

ભાજપના પ્રદેશ-પ્રમુખે એક અખબારીયાદી જાહેર કરીને આદેશ કર્યો હતો કે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સૂચના આપી છે કે અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં તેમજ અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમો પણ રદ કરવાની સૂચના આપી છે.

રવિવારે ઊર્જામંત્રી સૌરભ પટેલે બોટાદમાં કાર્યક્રમ કર્યો
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલના સ્નેહ-મિલન કાર્યક્રમમાં પણ નિયમોના લીરેલીરા ઊડ્યા છે. બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે આજે નવા વર્ષના ભાજપના સ્નેહ-મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુદ સૌરભ પટેલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને બાદમાં લોકોને શિખામણ આપી કે નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે. કોરોનાની મહામારીમાં પણ આ પ્રમાણે કાર્યક્રમો તો ચાલુ જ રહેશે. લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું પડશે. રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં કોરોનાના નિયમોનો ભંગ થાય છે તેવા સવાલના જવાબમાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે કાર્યક્રમો તો ચાલતા જ રહે છે, પરંતુ આપણે આની અંદર ધ્યાન રાખીને આગળ વધીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીએ, માસ્ક પહેરીએ તો મારા ખ્યાલમાં આવી કોઈ સમસ્યા આવતી નથી. કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે.

ભાજપ-પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો ડાકોરમાં અભિવાદન સમારોહ યોજાયો.
ભાજપ-પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો ડાકોરમાં અભિવાદન સમારોહ યોજાયો.

એ ઉપરાંત ખેડા જિલ્લાના નવનિયુક્ત ભાજપ-પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો ડાકોરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ઠાસરા વિધાનસભાના મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરોએ કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા હતા.

બોટાદમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યા.
બોટાદમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યા.
ભાજપના સ્નેહ-મિલન સમારંભમાં સૌરભ પટેલ હાજર રહ્યા.
ભાજપના સ્નેહ-મિલન સમારંભમાં સૌરભ પટેલ હાજર રહ્યા.

શનિવારે ભાજપના MLA આત્મારામ પરમારે રેલી યોજી હતી
ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી, જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઊડ્યા હતા. એ સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

ભાજપના મંત્રીઓ અને નેતાઓને શું કોઈ નિયમ નથી નડતો?
ભાજપના મંત્રીઓ અને નેતાઓને શું કોઈ નિયમ નથી નડતો?
બિનધાસ્ત ફરતા ભાજપના કાર્યકરોને કોરોના નહીં થાય?
બિનધાસ્ત ફરતા ભાજપના કાર્યકરોને કોરોના નહીં થાય?

(તસવીર અને માહિતીઃ ભરત વ્યાસ, ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો