શોધખોળ:બોટાદમાં રિક્ષામાં પડી ગયેલું યુવકનું પાકિટ શોધી પરત આપ્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવીની મદદથી રિક્ષાચાલકને શોધી કઢાયો હતો

બોટાદમાં રીક્ષામાં મુસાફરી દરમિયાન પડી ગયેલ યુવકનું પાકીટ બોટાદ સી.સી.ટી.વી ટીમે કેમેરા ફૂટેજની મદદથી શોધીને પરત અપાવ્યું હતું. બોટાદ પોલીસ સ્ટેશનમાં એક અરજદાર આવીને જણાવ્યું હતું કે રવિવારના રોજ બપોરે બોટાદ નાગલપર દરવાજાથી એસ.ટી. ડેપો તરફ રીક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાન બસ ગોકુળ મેડિકલ પાસે નિકળતા અમે રીક્ષા ગોકુળ મેડિકલ પાસે ઉભી રખાવી ઉતરી બસ તરફ જતા હતા તે દરમ્યાન પાકીટ ચેક કરતા અમોને પાકીટ મળ્યું ન હતું. પાકીટ રીક્ષામા પડી ગયું હતું. પાકીટમાં અગત્યના ડોક્યુમેન્ટ અને 6000 રૂપિયા છે.

અમે ઘણી શોધખોળ કરવા છતાં રીક્ષા મળી નથી. આ યુવકે બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નો સંપર્ક કરી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એ.બી.પરમારના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી અસ્મિતાબેન જાદવભાઇ સરવૈયા, હાર્દિકભાઇ જયંતીભાઇ કચીયા અને આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરો કિશન આર. ચૌહાણ, અજય બી. મુળિયા, કિરણ આર. ભોજૈયા, નિલેષ સી. ગામીએ બોટાદ શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનોનં. GJ-33-U-1052 શોધી કોન્ટેક્ટ કરવાનો પ્રત્યન કર્યો હતો પરંતુ સંપર્ક ન થતા રીક્ષા ચાલકના એડ્રેસ પર જઇ રીક્ષાની શોધખોળ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી તે રીક્ષામાં પડી રહેલા પાકીટ અરજદારને પરત અપાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...