તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બોટાદ જિલ્લામાં ગામડાની ST બસો બંધ જ્યારે પ્રાઇવેટ વાહનોને બખ્ખા

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ST બસો બંધ હોવાથી પ્રાઇવેટ વાહનોમા મુસાફર ઠાંસીઠાંસીને ભરી રહ્યા છે

બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા અને ગઢડા તેમજ ધંધુકા ડેપોની ગામડાના રૂટની મોટાભાગની એસ.ટી. બસો બંધ છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવી પ્રાઇવેટ વાહનો વાળા ઠાસીઠાસીને મુસાફરો ભરી રહ્યા છે. આ પ્રાઇવેટ વાહનો વાળાને કોઇપણ જાતની કોવિડ ગાઇડ લાઇનનો અમલ કરતા નથી જ્યારે એસ.ટી.તંત્ર બસો બંધ કરી દેતા મુસાફરો ન છુટકે પ્રાઇવેટ વાહનોમા સરકારી ગાઇડ લાઇનનો ભંગ થતો હોવા છતા બેસવુ પડતુ હોય છે. ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ એસ.ટી.મા 50 ટકા મુસાફરો સાથે શહેરી વિસ્તારમા બસો દોડાવવામા આવે છે જ્યારે ગ્રામ્ય રૂટની મોટા ભાગની બસો હાલમા બંધ છે.

બસો બંધ કરી દેવાતા ગામડાના લોકોને કોઇપણ કામકાજ અર્થે બહારગામ જવુ હોય તો પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે માટે પ્રાઇવેટ વાહનોવાળા પણ લોકોની મજબુરીનો લાભ લઇ પોતાના વાહનોમા ઠાસીઠાસીને મુસાફરો ભરતા હોય છે​​​​​​​ જેના લીધે સરકારની ગાઇડલાઇન સરેઆમ ભંગ થતો હોય છે ત્યારે લોકો કહી રહ્યા હોય છે કે આ ખોટુ છે માટે આવા બેફીકરાઇથી ઠાસીઠાસીને મુસાફરો મુસાફર ભરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામા આવે કાતો ગ્રામ્ય વિસ્તારમા 50% મુસાફરો સાથે એસ.ટી. બસો શરૂ કરવામા આવે જેથી કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મુસાફરી થઇ શકે અને શોસ્યલ ડીસ્ટન્સ જળવાય રહે અને સુખદ મુસાફરી થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...