તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બોટાદ જિલ્લામાં દેશી દારૂનું ચલણ વધ્યું, મકાનમાંથી ઝબ્બે

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જોટીગંડા, ભાંભણ અને સમઢીયાળા-1માંથી દારૂ, વોશ પકડાયો

બોટાદ પોલીસ સ્ટાફના માણસો સોમવારના રોજ બપોરના 1.00 કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાલુકાના જોટીંગડા ગામે સાલૈયા રોડ દાડમાં દાદાના મંદિર પાછળ રહેતા સુનીલ કનુભાઈ જીલિયાનાં રહેણાકી મકાનમાં રેઇડ પાડતા દેશી દારૂ બનાવવા માટે 200 લીટર ગોળપાણીનું રસાયણ કી.રૂ. 400, દેશી દારૂ 30 લીટર કી.રૂ.600, ઠંડો વોશ 15 લીટર કી.રૂ.30 મળી કી.રૂ.1480 નો મુદ્દામાલ સાથે આરોપી સુનીલને પોલીસે ઝડપી લીધો હતો.

ભાંભણ રોડ પરથી 2દારૂ સાથે ઝડપ્યા
જ્યારે બોટાદમાં ભાંભણ રોડ ઉપરથી બોટાદ પોલીસે બે લોકોને 7 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડયા હતા જેમાં પોલીસે આરોપી ભૂપતગીરી ઘનશ્યામગીરી ગોસ્વામી અને રફીક ઉર્ફે મૂડીયો ઉર્ફે મુન્નો સંઘીને 7 લીટર દારૂ દેશી દારૂ કી.રૂ. 140 નાં મુદ્દામાલ સાથ ઝડપી બંને વીરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેશની કાર્યવાહી હાથ ધરી છે.

સમઢીયાળા નં-1 પાસેથી 1 શખ્સ પકડાયો
બોટાદ તાલુકના સમઢીયાળા નં-1 પાસેથી પોલીસે પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી શેથળી ગામના યુવકને 5 લીટર દેશી દારૂ કી.રૂ.100ના મુદ્દામાલ સાથે આરોપી ચન્દ્રરાજ ઉર્ફે લાલ ભાભલુભાઈ ખાચર રહે.સેંથળી તા.બોટાદને ઝડપી બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં પોલીસે દેશી દારૂ સાથે 2થી વધુ લોકોને ઝડપી લેતાં ફફડાટ ફેલાયો છે. દેશી દારૂને ઝડપી લેવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો