વિધાનસભા ચૂંટણી 2022:બોટાદ જિલ્લામાં 42 ઉમેદવારી પત્રકમાંથી 26 માન્ય, 16 અમાન્ય રહ્યા

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે તા.15 નવેમ્બર 2022ના રોજ બોટાદ જિલ્લામાં ભરાયેલા કુલ 42 ઉમેદવારી પત્રકમાંથી 26 ઉમેદવારી પત્રક માન્ય રહ્યા છે. જ્યારે 16 ઉમેદવારી પત્રક અમાન્ય રહ્યા છે.106 ગઢડા વિધાનસભામાં ચકાસણી દરમિયાન 14 ઉમેદવારી પત્રકમાંથી 06 ઉમેદવારી પત્રક માન્ય રહ્યા છે. જ્યારે 08 ઉમેદવારી પત્રક અમાન્ય રહ્યા છે. આમ આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા 06 છે. તેવી જ રીતે 107 બોટાદ વિધાનસભામાં ચકાસણી દરમિયાન 28 ઉમેદવારી પત્રકોમાંથી 20 ઉમેદવારી પત્રક માન્ય રહ્યા છે.

જ્યારે 08 ઉમેદવારી પત્રક અમાન્ય રહ્યા છે.આમ આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા 20 છે. ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.17 નવેમ્બર, 2022 જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે 3.00 કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં 1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. અને રાજકિય પક્ષોમાં ગરમાવો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...