તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બોટાદ જિલ્લામાં 24 હજારથી વધુ જણને કોરોના રસી અપાઈ

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 45 વર્ષથી વધુ વયના અને વિવિધ બીમારી ધરાવતા 3557 લોકોનું રસીકરણ કરાયું

બોટાદ જિલ્લામાં નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં જિલ્લાના 24842 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-19 રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 45થી 59 વર્ષ વય જૂથના આશરે 3557 કો-મોર્બીડ નાગરિકો તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા 21285 નાગરિકો મળીને કુલ 24842 લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે. બોટાદ તાલુકામાં 9133, ગઢડા તાલુકામાં 9103, બરવાળા તાલુકામાં 3298 અને રાણપુર તાલુકામાં 3308 મળી કુલ 34842 લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવામાં આવી છે.

જિલ્લામાં રસીકરણની કામગીરીમાં ખચકાટ જોવા મળતો હોય તેવા સમાજને સમજાવીને રસી અપાવવા માટે ત.25ના રોજ બોટાદ તાલુકાના ભાંભણ ગામના સરપંચ અને ગામ આગેવાનોની આરોગ્ય કર્મચારી સાથે મીટીંગ યોજાઈ હતી તેમજ સરવા ગામે મીટીંગ કરી ગામ લોકોને સમજુતી આપી રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો