તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બોટાદ જિલ્લામાં 22 હજારથી વધુ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઈ

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 45 વર્ષથી વધુ વયના અને વિવિધ બિમારી ધરાવતા 3311 લોકોનું રસીકરણ કરાયું

બોટાદ જિલ્લામાં નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં જિલ્લાના 22921 નાગરિકોનું રસીકરણ કરાયું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવિડ-19 રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં 45થી 59 વર્ષ વય જૂથના આશરે 3311 કોર્મોબિડ નાગરિકો તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા 19610 નાગરિકો મળીને કુલ 22921 લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે.

જિલ્લામાં કરાયેલી રસીકરણની કામગીરીની વિગત જોઇએ તો બોટાદ તાલુકામાં 8361, ગઢડા તાલુકામાં 8506, બરવાળા તાલુકામાં 3082 અને રાણપુર તાલુકામાં 2972 મળી કુલ 22921 લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાઈ છે. જિલ્લામાં રસીકરણની કામગીરીમાં કેટલાંક લોકોમાં ખચકાટ જોવા મળતો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ખચકાટ કરતાં લોકોને સમજાવટ બાદ રસીકરણ કરાવવા તૈયાર કર્યા છે અને રસી આપવામાં આવેલ છે.

બોટાદમાં તંત્ર દ્વારા કોરોના વિરોધી રસીકરણની સઘન કામગીરી હાથ ધરાઈ​​​​​​​

બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાના સીધા જ માર્ગદર્શન હેઠળ જિલ્લાના તાલુકાઓમાં જુદા જુદા ગામોમાં મીટીંગ ગ્રામસભા જેવા વિવિધ કાર્યક્રમો કરી લોકોને કોરોના વિરોધી અપાતી રસી અંગેની ગેરસમજ દૂર થાય અને વધુમાં વધુ લોકો રસી લેવા પ્રેરાય તે માટે જાગૃત કરવા અધિકારીઓને સુચના આપી રસીકાણર કામગીરી વધુ સઘન બનાવવા જણાવ્યું હતું.બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારાબેન પટેલની અધ્યક્ષતામાં બોટાદ તાલુકાના ઝમરાળા ખાતે ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગામના 60 વર્ષથી વધુ ઉમર અને 45 વર્ષની વધુ ઉમંર ધરાવતા લોકો રસીકરણ માટે પ્રેરાય તે બાબતે જાણકારી આપી હતી.

બોટાદમાં શહેરમાં રસીકરણનો અભિયાનનો લાભ લેવા અનુરોધ
બોટાદના શહેરી વિસ્તારમા આગામી 26 માર્ચના રોજ સ્થાનકવાસી જૈન સંઘ સ્વસ્તિક ઉપાશ્રય હવેલી ચોક, ગિરિરાજ દેરાસર બોટાદ તાલુકા પેન્શનર્સ મંડળ ગિરીરાજ સોસાયટી અને સાંદીપની સ્કુલ તુરખા રોડ સહિત ત્રણ સ્થળોએ તેમજ 27 માર્ચે મોચી સમાજની વાડી પટેલ ઓર્થોપેડિક હોસ્પિટા પાસે, દરજી સમાજની વાડી તાલુકા શાળા પાસે, ગાયત્ર્રી નગર સ્કુલ, ગાયત્રીનગર અને વરીયા સમાજની વાડી બોયઝ સ્કૂલ પાસે સહિત ચાર સ્થળોએ 60 વર્ષથી ઉપરના તમામ અને 45 વર્ષથી 60 વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતા વ્યકિતઓને કોરોના રસીકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો