સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘમહેર થતા ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ થયા છે. વરસાદી વાતાવરણથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 262 મી.મી. વરસાદ વરસ્યો છે.
બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ચારેય તાલુકામાં સરેરાશ 17 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ રાણપુર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે. બોટાદ તાલુકામાં 24 મી.મી. વરસાદ પડ્યો છે.
જ્યારે બરવાળા તાલુકામાં 16 મી.મી. વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો બરવાળા તાલુકામાં સૌથી વધુ કુલ 293 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે રાણપુર તાલુકામાં કુલ 268 મી.મી.વરસાદ પડ્યો છે. ગઢડા તાલુકામાં 262 મી.મી. જ્યારે બોટાદ તાલુકામાં કુલ 223 મી.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.