તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બોટાદ જિલ્લામાં અને વિરમગામ તા.માં 45 વર્ષથી ઉપરના લોકોને રસી અપાઈ

બોટાદ, વિરમગામ |9 દિવસ પહેલા
 • કૉપી લિંક
બોટાદ - Divya Bhaskar
બોટાદ
 • કોરોના રસીકરણ અભિયાન

બોટાદમાં આરોગ્યતંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં જિલ્લાના 28657 નાગરિકોનું રસીકરણ કરાયું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-19 રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે વિરમગામ તાલુકામાં 45 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે કોવીશીલ્ડ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો.

બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષ વય જૂથના આશરે 4012 કો-મોર્બીડ નાગરિકો તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા 24645 નાગરિકો મળીને કુલ 28657 લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરવામાં આવ્યા છે.

બોટાદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા તાબાના સાલૈયા ગામે રામદેવપીર કથા કાર્યક્રમમા જાહેર જનતાને રસીકરણ માટે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવા તાબાના મોટા છૈડા ગામે જિલ્લા સુપરવાઈઝર તેમજ પ્રાથમકિ આરોગ્ય કેન્દ્ર સુપરવાઈઝર દ્વારા ગ્રામજનોને કોવીડ-૧૯ રસીકરણના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. બીજી બાજુ અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા દ્વારા વિરમગામ તાલુકામાં 45 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે કોવીશીલ્ડ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે.

વિરમગામ તાલુકામાં વિવિધ રસીકરણ કેન્દ્રો પર 45 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ એ ઉત્સાહભેર કોવીશીલ્ડ વેક્સિન લીધી હતી. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે તેવી સલાહ રસીકરણ કેન્દ્ર પર આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. વિરમગામ તાલુકામાં રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, આયુષ્ય મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, સીએચઓ, સુપરવાઇઝર, આશા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત સામાજિક કાર્યકરો, જ્ઞાતિના આગેવાનો, સંતો મહંતો લોકો દ્વારા પણ અમૂલ્ય સહયોગ આપવામાં આવી રહ્યો છે.

વિરમગામ
વિરમગામ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો