• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Botad District, A Large Number Of Employees Gathered Together With Various Organizations And Protested, And Presented Petitions To The Collector Regarding Various Demands.

ભારતીય મજદૂર સંઘમાં રોષ:બોટાદ જિલ્લામાં વિવિધ કર્મચારી સંગઠન સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળાપો કાઢ્યો, વિવિધ માંગને લઈ કલેકટરને આવેદનપત્ર આપ્યું

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા બોટાદ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, નગરપાલિકાના કર્મચારીઓ, મધ્યાન ભોજનના કર્મચારીઓ, એસટી વિભાગના કર્મચારીઓ, પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓની જે વર્ષો જૂની પડતર માંગણીઓ છે તે માંગણીઓ હજી સુધી પૂરી કરવામાં ન આવતા તેને લઈને આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે આ તમામ કર્મચારીઓ એકઠા થઈ સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી તેમની માંગ કરવામાં આવી હતી.

જો આગામી દિવસોમાં પણ તેમની આ માંગો પુરી નહીં થાય તો પેન ડાઉન, કાળી પટ્ટી ધારણ કરવી તેમાં જરૂર પડે તો આ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભારતીય કિસાન મજદુર સંઘના પ્રમુખ ઉદયભાઇ ખાચર તેમના દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...