તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ, પોઝિટિવનો કુલ આંક 632ને પાર

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જીલ્લામાં કોરોનાના વધુ 8 કેસો પોઝીટીવ આવ્યા છે. જ્યારે વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બોટાદ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે.પોઝીટીવ કેસો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો પગપસેરો કરી રહ્યા છે. જ્યાં 14 સપ્ટેમ્બરે બોટાદ જીલ્લામાં વધુ 8 પોઝીટીવ કેસો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જેમાં બોટાદ ના ભદ્રાવડી ગામે 37 વર્ષીય પુરુષ, ગઢડાના ઢસા ગામે 32 વર્ષીય મહિલા, પડવદર ગામે 45 વર્ષીય પુરુષ, રાણપુરના ઉમરાળા ગામે 54 વર્ષીય પુરુષ, બોટાદ શહેરના મહાદેવનગરમાં 37 વર્ષીય પુરુષ, તુરખા રોડ ઉપર 61 વર્ષીય પુરુષ, ખારામાં 52 વર્ષીય મહિલા અને રાણપુરની મદનીનગર સોસાયટી માં 30 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યાં પોઝીટીવ તમામ દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તેમજ તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવી છે. આ દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે જાણવા મળ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો