બોટાદ જિલ્લામાં તા.18/4/22 ના રોજ યોજાનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષા કુલ-4 પરીક્ષા બિલ્ડીંગોમાં કુલ-777 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની ગુજકેટ પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર તમામ બિલ્ડીંગો 100% સી.સી.ટી.વી. થી સજ્જ છે. તેમજ પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન તથા ઇલેક્ટ્રિક ડિવાઈસ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
ગુજકેટ પરીક્ષા માટે ઝોનલ કચેરીની વ્યવસ્થા સરકારી હાઇસ્કુલ, બોટાદ ખાતે ગોઠવવામાં આવી છે. પરીક્ષા અંગેના કંટ્રોલરૂમની વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, એ.વીંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે ગોઠવવામાં આવેલી છે. તા.16/4/22 થી તા.18/4/22 સુધી સવારના7.00 થી સાંજના 21:00 કલાક દરમ્યાન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્ગદર્શન માટે કચેરીના ફોન નંબર-02849 271327 ઉપર સંપર્ક કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.