તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બોટાદ જિલ્લામાં SSCમાં 5436, HSCના 1777 રિપીટર છાત્રો પરીક્ષા આપશે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની પરીક્ષાલક્ષી બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બુધવારનાં રોજ બોટાદ કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત માધ્યમિ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુલાઈ-2021 માં લેવાનાર એસ.એસ.સી / એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા અન્વયે જિલ્લા પરીક્ષા સમિતિની પરીક્ષાલક્ષી બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધ્યક્ષ અને કલેકટર તુષાર સુમેરાએ તમામ બિલ્ડીંગમાં સેનેટાઈઝર અને થર્મલગનની સુવિધાઓ તથા સામાજિક અંતર જાળવાની તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા સમય દરમિયાન વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને ભીડ ન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.

તમામ પરીક્ષા બિલ્ડીંગમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્થળ સંચાલકો અને ખંડ નિરીક્ષકો તથા સ્ક્વોર્ડ મેમ્બરશ્રીઓએ ખાસ તકેદારી રાખવા અને કલમ-144નાં જાહેરનામાંનો અમલ કરવાની સૂચના આપી હતી.આ બેઠકની શરૂઆતમાં સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારા પટેલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર મધ્યમિ શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રીપીટર, ખાનગી, પૃથક્ક પરીક્ષાર્થીઓ માટે જુલાઈમાં લેવાનાર એસ.એસ.સી / એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા અન્વયેની પરીક્ષાલક્ષી માહિતી આપી હતી.

આ પરીક્ષા તા.15 જુલાઈ થી તા. 28 જુલાઈ દરમિયાન લેવાનાર છે. જિલ્લામાં એસ.એસ.સી માં કુલ-29, એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ) માં કુલ-7 અને એચ.એસ.સી (વિજ્ઞાન પ્રવાહ) માં કુલ-૧ પરીક્ષા બિલ્ડીંગ પરથી પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા બિલ્ડીંગમાં સી.સી.ટી.વી અને ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

જિલ્લામાં એસ.એસ.સી માં કુલ- 5436, એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ) માં કુલ-1777 અને એચ.એસ.સી (વિજ્ઞાન પ્રવાહ) માં કુલ-1335 રીપીટર, ખાનગી, પૃથક્ક પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. શિક્ષણ નિરીક્ષકએ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકના અંતમાં સૌનો આભાર વ્યકત કર્યો હતો. પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે જોવા માટે પણ સુચના આપવામાં આવી છે. ઉપરાંત બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવા વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...