તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ, સારૂ થતાં 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર છેલ્લા 24 કલાકમાં બોટાદ જીલ્લામાં કોરોનાના વધુ 5 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બોટાદ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. પોઝીટીવ કેસો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો પગપસેરો કરી રહ્યા છે. જ્યાં 13 સપ્ટેમ્બર ના રોજ બોટાદ જીલ્લામાં વધુ 5 પોઝીટીવ કેસો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં બોટાદ શહેરના ભાવનગર રોડ ઉપર 30 વર્ષીય પુરુષ, પાળીયાદ રોડ ઉપર 24 વર્ષીય પુરુષ અને 54 વર્ષીય પુરુષ, સમઢીયાળા 2માં 19 વર્ષીય યુવાન, જવાહનગર શેરીનબર 7માં 65 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવી છે. દર્દીઓના સપર્કમાં આવનાર વ્યક્તિઓને કોરોનટાઈન અને હોમ કોરોનટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી .બોટાદ જીલ્લામાં કોરોનાનો કુલ આકડો 624 પર પોહચી ગયો છે.જેમાંથી 475 દર્દીઓને સારવાર બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે .જયારે 142 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો