તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં 46 સાજા થયા, 12 ચેપગ્રસ્ત બન્યા

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કહેર ધીમેધીમે ઓછો થતાં લોકો ભય મુક્ત બન્યા, પરંતુ સાવચેતી જરૂરી

બોટાદ જિલ્લામાં તા. 9/5/21ના રોજ એક સાથે 46 કોરોના દર્દીઓ સાજા થતા રજા આપવામા હતી હતી જ્યારે 643 કોરોના સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાથી 12 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

હાલમા બોટાદ જિલ્લામા કુલ 205 દર્દીઓ કોરોના સારવાર લઇ રહ્યા હતા. પોઝીટીવ આવેલ દર્દીઓ ગઢડા શહેરમાથી, બોટાદ શહેરના વિવેકાનંદ સોસાયટી, મીરાપાર્ક, શંકરપરા, સાળંગપુર રોડ, ગઢડા તાલુકાના અનીડા, બરવાળા તાલુકાના રોજીદ, રાણપુર તાલુકાના ગોઘાવટા અને બોટાદ તાલુકાના કારીયાણી ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. બોટાદ જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોનાએ હાહાકર મચાવ્યો હતો. જેના કારણે નાગરિકો ફરી એકવાર ભયભીત બની ગયા હતા. લોકોને વર્ષ 2020 યાદ આવી ગયું હતું.

પરંતુ ગુજરાતના સ્થાપના દિવસથી કેસમાં ઘડાટો નોંધાતા હવે રાહતના સમાચાર છે. રાજ્ય સહિત જિલ્લામાં રોજ નોંધાતા કેસમાં ઘટાડો નોંધાયો છે. રોજ નોંધાતા કેસની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે નારગિરો હવે ભય મુક્ત બની રહ્યા છે.પરંતુ નાગરિકોએ હવે પહેલા કરતા વધુ સાવચેત બનવું પડશે. તો જ આપણે કોરોનાને હરાવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...