સારવાર:બોટાદ જિલ્લામાં 108ને 2021માં 14778થી વધુ કેસ મળ્યા

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 7559 કોલ પ્રસૂતિના, અકસ્માતના 2333 અને મેડિકલના 2970 કોલ મળ્યા હતા

બોટાદ જીલ્લામાં કુલ 10 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ 108 ઈમરજન્સીને વર્ષ 2021 દરમિયાન કુલ 14778થી વધુ કેસ મળ્યા હતા. આ કેસોને 108 ટીમ દ્વારા તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. 108 સેવાના કર્મચારીઓ દ્વારા દર્દીઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

બોટાદ જિલ્લાની 108 ટીમે વર્ષ 2021 દરમિયાન 14778થી પણ વધુ કેસ મળ્યા હતા. તેમાંથી સૌથી વધારે ડિલિવરી ના 7559, મેડિકલના 2790 અને અકસ્માતના 2993 જેટલા કેસ મળ્યા હતા. નવા વર્ષની ઉજવણી બોટાદ જિલ્લાના 108 સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી જેમા 108 કર્મચારીઓના કાર્યને બિરદાવવા માટે ભાવનગર જિલ્લાના પી.એમ. ચેતન ગાધે અને બોટાદ જિલ્લાના ઈએમઈ ઈરફાન દીવાન ઉપસ્થિત રહી કર્મચારીઓને સારા કામ માટે શુભેચ્છા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...