લાંચ:બોટાદમાં ગ્રાહકો પાસેથી એજન્ટ લાંચ લેતા ઝડપાયો, જનધન યોજનાના બેંક ખાતા ખોલાવવા

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાતાદિઠ રૂ.200 થી 300 લેતો હતો

બોટાદમાં આવેલ  આનંદધામ કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ એસ.બી.આઇ.ગ્રાહક સેવા કેન્દ્રની ઑફિસમાં સરકાર ની ગરીબ વર્ગને આર્થિક સહાય બાબતેની જનધન યોજનાના બેન્ક ખાતા ખોલાવવામાં આવે છે.

વહીદભાઇ અબ્દુલઅજીજભાઇ શાહ  ઉ.વ.43 બેંકમિત્ર (એજન્ટ) છે .અને જ્યાં  ગ્રાહકો પાસેથી આ કામના બેંક મિત્ર નાઓ બેન્ક દ્રારા ખાતાદીઠ મહેનતાણાની રકમ ચુકવવામાં આવતી હોવા છતાં આરોપી વહીદભાઇ અબ્દુલઅજીજભાઇ શાહ  એ ગેરકાયદેસરની લાંચના અવેજ પેટે આર્થિક નિર્બળ વ્યક્તિને જનધન સહાય યોજનાનું બેન્કમાં ખાતુ ખોલાવવા પેટે પ્રત્યેક ખાતાદિઠ રૂ.200 થી 300 સુધી ની લાંચ ની ગેરકાયદેસર માંગણી કરી લાંચ  સ્વીકારતા હોવાની  માહિતી એસ.સી.બી ને મળેલ   જે માહિતીના આધારે એક જાગૃત નાગરીક નો ડિકોયર તરીકે સહકાર મેળવી  30 મેં 2020 ના  ડિકોય નું આયોજન કરતા ડીકોય દરમ્યાન આ કામના આરોપી એ ડીકોયર પાસે બેન્કમાં જનધન ખાતુ ખોલાવવાના લાંચ પેટે રૂા.200 ની લાંચ માંગણી કરી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતાં ખળભળાટ મચી જવા પામેલ છે . આરોપી સામે બોટાદ એસી.બી દ્વારા ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે .

અન્ય સમાચારો પણ છે...