તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:બોટાદમાં છૂટાછેડા થયાની દાઝ રાખી યુવકનો યુવતી પર છરી વડે હુમલો

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષ મૈત્રીકરારમાં રહ્યા બાદ નિકાહ કર્યા હતા
 • બોટાદના સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસેનો બનાવ

બોટાદમાં સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસે રહેતા આરતીબેન ઉર્ફે દિપાવલી સામતભાઈ બથવાર (ઉ.વ.21)ના તા.28 જાન્યુઆરીના રોજ છુટાછેડા થયા હતા. જેની દાઝ રાખી છુટાછેડા જેની સાથે થયા હતા તે યુવકે આરતીબેન ઉપર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબા બોટાદમાં સાળંગપુર રોડ ખાતે પોસ્ટ ઓફીસ પાસે રહેતા આરતીબેન ઉર્ફે દીપાવલી સામતભાઈ બથવારે સુલતાન રાજુભાઈ મલેક (રહે. ગઢડા હાલ બોટાદ) સાથે એક વર્ષ પહેલા નિકાહ પઢ્યા હતા. અને તેના અગાઉ ત્રણ વર્ષથી બંને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. તેણીએ તા. 28 જાન્યુઆરીના રોજ સુલતાન મલેક સાથે છૂટાછેડા લખાણ કરી લીધા હતા. જેની દાઝ રાખી સુલતા અવારનવાર આરતીબેનને ફોન કરી ધમકી આપતો હતો અને તા. 3ના રોજ બપોરના સમયે સુલતાને આરતીબેનને ફોન કરી હેરાન કરી હતી અને સાંજે આરતીબેન દૂધ લેવા માટે બહાર ગયા હતા.

ત્યારે સુલતાને આરતીબેન ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આરતીબેન ઉર્ફે દીપાવલી સામતભાઈ બથવારે બોટાદ પોલીસ સ્ટેશનમાં આરોપી સુલતાન રાજુભાઈ મલેક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, યુવતીએ યુવક સાથેથી છુટાછેડા લઇ લીધા બાદ યુવકે તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ફોન કરીને યુવતીને ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો