તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બોટાદમાં યુવતીને હેરાન કરતા યુવકને પાઠ ભણાવાયો

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારખાને જતી યુવતીઓને યુવાન રસ્તામાં ઊભો રહી ગમે તેમ બોલતાં ફરિયાદ કરી

બોટાદ સીટીવિસ્તારમાં રહેતી યુવતીએ તા. 27/8/21નાં રોજ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યુ હતુ કે તેઓ હિરા ધસવા માટે કારખાને જતા હોય ત્યારે રસ્તામાં બે યુવક દ્રારા હેરાન ગતિ કરવામા આવે છે જેથી અમારે 181 ટીમની મદદ માટે વાનની જરૂર છે.

આ કોલ આવતા 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા કોન્સ્ટેબલ મેણીયા મિનાબેન અને પાયલોટ નિલેશભાઈ ચુડાસમા ફોન ઉપર જણાવેલા ઘટના સ્થળ ઉપર પહોચી પિડિત યુવતીનું કાઉન્સેલિંગ કરતા યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તે બોટાદના હિરાના કારખાને મંજૂરી કામ કરવા જતા હોય ત્યા બાજુના એરીયાના બે યુવક ત્રણ દિવસથી યુવતી નિકળે ત્યારે ગાળો બોલતા હોય છે અને ફોન કાને રાખીને મોટે-મોટે થી અપશબ્દો બોલતા હોય છે આ લોકો છોકરીઓને કારખાને આવવા- જવાનો સમય થાય ત્યારે રસ્તામાં ઉભા હોય છે.

જેના લીધે યુવતી હેરાન પરેશાન થતી હોવાથી તેના પરિવારને આ વિશે જણાવતા તેના ભાઈઓ બે યુવક ને સમજાવવા માટે ગયા હતા. તેથી તેઓથી કંટાળીને યુવતીએ 181 માં ફોન કરી મદદ માંગતા ટીમે પીડિત યુવતી સાથે શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ બનાવ વિશે પૂછપરછ કરેલ અને સમસ્યા સાંભળી ને યુવતીને હેરાન કરનાર બે યુવક પાસે ગયા હતા અને બન્ને યુવકોને કાનુની માહિતી આપી કાયદાકીય ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...