ટી.સી. પડતાં બાઈકનું કચ્ચરઘાણ:બોટાદમાં ઝાડ કાપતા ડાળી ટીસી સહિત થાંભલા પર પડતા પસાર થતા બાઈકનું બુકડો બોલી ગયો, PGVCLની ટીમ ઘટના સ્થળે

બોટાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરના યોગીનગરમાં ઝાડ કાપવાના સમયે ડાળી પડી જતા પીજીવીસીએલ ના થાંભલા પર ડાળી પડતા ટી.સી. નીચે પડતા બાઈકનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. પી.જી.વી.સી.એલ. ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા યોગીનગર સોસાયટીમાં કોઈ અજાણી વ્યક્તિ ઝાડ કાપવાની કામગીરી કરતી હતી. તે સમય દરમિયાન ઝાડની ડાળી પડતા ઝાડ પાસે રહે ટીસીના થાંભલા પર ડાળી પડતા ટીસી સહિત પીજીવીસીએલના થાંભલા પડી જતા મળતી માહિતી મુજબ તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલક દ્વારા સમય સૂચકતાને ધ્યાને લઈ બાઈક છોડી દૂર જવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બાઈક ચાલક ત્યાંથી બાઈક લઈ શકેલ ન હોય બાઈક પર ટી.સી. પડતા બાઈકનો કચ્ચરઘાણનીકળ્યો હતો.

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા યોગીનગર સોસાયટીમાં ઝાડ કાપતા સમયે સર્જાયેલ અકસ્માતમાં પીજીવીસીએલના થાંભલા સહિત ત્રિશુ પડવાની ઘટનાને લઇ બાઇક પર ટીસી પડતા બાઈક કચ્ચરઘાણ નીકળ્યું​​​​​​. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ સ્થળ પર દોડી આવી અને ટીસી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...