બોટાદમાં અજાણ્યા શખસે વિધવા સહાયના ફોર્મમાં સહી કરાવવાના બહાને 75 વર્ષીય વૃદ્ધાને બાઇક પર અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેમણે પહેરેલાા 9 હજારની કિંમતના દાગીનાની લૂંટ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે વૃદ્ધાએ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બોટાદ શહેરમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધા તા.8/6/22ના રોજ સવારે દીકરી વૃદ્ધાને એક્ટિવા લઈને ભાવનગર રોડ ,ફાટક પાસે, તાજપર જવાના રસ્તે ઉતારી તેઓ ભાંભણ જવા નીકળ્યાં હતાં.
બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા પર ફોન આવ્યો
વૃદ્ધા તેમના ઘરે જતા હતા ત્યારે સવારના દસ વાગે ભાવનગર રોડ, મહાકાળી ફર્નિચર પાસે પહોંચતાં એક અજાણ્યા બાઇકચાલક એની બાઇક લઈને પાછળથી આવ્યો હતો અને કહ્યું હતું કે ફોન લાવો, વિધવા સહાયના ફોર્મમાં તમારી સહી બાકી છે. તમને સહાય મળે, જેથી વૃદ્ધાએ તેમનો ફોન આપતાં એમાંથી તેના ફોનમાં ફોન કરી વૃદ્ધાનો નંબર લઇ તે જતો રહ્યો હતો. ત્યાર બાદ બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા પર 9824170540 ઉપરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હમણાં મેં તમારો નંબર લીધો એ ભાઈ બોલું છું, તમે રોડે છાયામાં ઊભા રહો, હું તમને લેવા આવું છું અને અડધી કલાક બાદ અજાણ્યો માણસ બાઇક લઈને આવી ગઢડા રોડે ખોડિયાર મંદિર આવેલું છે ત્યાં લઇ ગયો હતો, જ્યાં સહીવાળો આવ્યો નહોતો, ત્યાર બાદ ખસ રોડ પર આવેલી નિર્લજ્જ જગ્યાએ ગામની બહાર લઈ ગયો હતો.
અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી
બપોરે આશરે એક વાગ્યા સુધી બેસાડેલાં, કાનમાં પહેરેલી કડીઓ ખોટી છે કે સાચીની ખરાઈ કર્યા બાદ સોનાનાં ઘરેણાં મને આપી દે, નહીંતર જાનથી મારી નાખીશ, એમ જણાવી વૃદ્ધાએ પહેરેલાં સોનાનાં ઘરેણાં, કિંમત રૂપિયા 9000ની લૂંટ કરી હતી, ત્યાર બાદ તેમની પર બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનારાં વૃદ્ધાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધા પર દુષ્કર્મના બનાવને લઇ ચકચાર મચી છે. પોલીસે અજાણ્યા શખસને શોધવા સીસીટીવી સહિતની વિગતો મેળવવા ચક્રો સહિત બાતમીદારો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.