બોટાદમા જુની અદાવતને 6 ઈસમોએ યુવકના રેતીના વોસ પ્લાન્ટ પર તોડફોડ કરી યુવકની કારના કાચ ફોડી નાખતાં ફરીયાદ નોંધાઈ હતી બોટાદના મુળ સાળંગપુર અને હાલ પાળીયાદ રોડ બ્રામ્હણ સોસાયતી મુળ ખાતે રહેતા રવિરાજભાઈ રામકુભાઈ ખાચરને બોટાદના પાળીયાદ રોડે યોગીનગરની બાજુમા રેતી વોશનો પ્લાન્ટ ભાડા વાળા પ્લોટમાં આવેલો છે.
રવિરાજભાઈને 2020માં તેમના ગામ સાંળગંપુરના ભરવાડ સમાજ સાથે માથાકુટ થઈ હતી જેને લઈ તા.3 માર્ચે સાળંગપુર ગામના ગોણા રઘુ લામકા, પિંટુ ગોણા લામકા, ફારૂક ખેતાભાઈ લામકા, લવ સતાભાઈ લામકા, રમેશ કુકાભાઈ લામકા અને રણછોડ કુકાભાઈ લામકા આ 6 ઈસમે 2 કારમાં ધારીયા, લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે રવિરાજભાઈના રેતી વોશના પ્લાન્ટે આવી ત્યાં હાજર કામ કરતા સુરેશભાઈને 2 -3 લાફા મારી પ્લાન્ટની ઓફીસના બારીઓના કાચ ફોડી નાખ્યા હતા.
ત્યારબાદ આ 6 ઈસમ પાળીયાદ રોડ ખાતે એ ટુ ઝેડ કોમ્પલેક્ષ ખાતે જ્યા રવિરાજભાઈ અને સુરેશભાઈ દાદભાઈ ખાચર હાજર હતા ત્યા આવ્યા હતા. પરંતુ રવિરાજભાઈ આ ઈસમને જોઈ તેઓ કોમ્પલેક્ષમાં બીજા માળે જતાં રહ્યા હતા અને આ 6 ઈસમે રવિરાજભાઈની કારના આગળ અને સાઈડના કાચ ફોડી નાંખી, નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે રવિરાજભાઈ રામકુભાઈ ખાચરે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગોણા રઘુ લામકા, પિંટુ ગોણા લામકા, ફારૂક ખેતાભાઈ લામકા, લવ સતાભાઈ લામકા, રમેશ કુકાભાઈ લામકા અને રણછોડ કુકાભાઈ લામકા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા આગળની તપાસ PSI યોગરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.