ઇમરજન્સી સેવા માટે તંત્ર સજ્જ:બોટાદમાં 108 એમ્બ્યુલન્સના 50 કર્મી ફરજ પર હાજર રહેશે

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇમરજન્સીમાં નાગરિકોને અસુવિધા ન પડે તે માટે તંત્ર સજ્જ

દિવાળી પર્વ નિમિતે બોટાદ જીલ્લાના નાગરિકોને ઈમરજન્સી સમયમા તફલીક નો પડે તે માટે દિવાળીના તહેવારોમા બોટાદમા 108 એમ્બ્યુલન્સના 50 કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહી ઇમરજન્સી સેવા પૂરી પાડશે. એક તરફ દિવાળીના તહેવારોની હર્ષભેર ઉજવણી લોકો કરી રહ્યા છે. તો બીજી બાજુ તહેવારોના સમયમા બોટાદ જીલ્લાના ખૂણે ખૂણે લોકોના આરોગ્યને ધ્યાનમના રાખીને લોકોની સેવામાં બોટાદ જીલ્લામા 10 જેટલી 108 એમ્બ્યુલન્સનાં 50 જેટલા કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ ઉપર ખડેપગે હાજર રહેશે.

લોકોમાં દીવાળીના તહેવારોની ઉજવણીને લઇને ઘણો ઉત્સાહ હોય છે ત્યારે ફટકડા ફોડતી વખતે કે કોઈ આગ કે બીજા કોઈ અકસ્માતની ઘટનાં જેવા બનાવો સમયે ઈમરજન્સી સેવાઓને પહોચી વળવા માટે બોટાદ જીલ્લાના 108 એમ્બ્યુલન્સનાં 50 કર્મચારીઓ ફરજ પર હાજર રહીને લોકોની સેવા કરશે. આ અંગે 108 એમ્બ્યુલન્સનાં અડીકારી ચેતન ગાઘેએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના અધિકારી ઈરફાન દીવાન અને એમનો સંપૂર્ણ સ્ટાફ કોઇપણ પ્રકારની ઈમરજન્સીને પહોચીવળવા માટે ખડેપગે સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...