મેઘમહેર:બોટાદમાં 1 કલાકમાં 41 મી મી વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાદરવા માસમાં પ્રથમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી

બોટાદ પંથકમાં સવારથી બફારા સાથે ઉકળાટમાં વાતાવરણમાં પલટો આવતા બપોરના 3:30 કલાકે મુશળધાર વરસાદ વરસતા 1 કલાકમાં 41 મી.મી. વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. બોટાદમાં તા.9 સપ્ટેમ્બરના રોજ સવારથી ઉકળાટ સાથે ગરમીમાં પલટો આવતા બપોરના 3:30 કલાકે મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થતા માત્ર 1 કલાકમાં બોટાદમાં 41 મી.મી વરસાદ વરસ્યો હતો જેને લઈ બોટાદ શહેરના નીચાણવાળા હવેલીચોક,જ્યોતિગ્રામ સર્કલ, મહિલા કોલેજમાં પાણી ભરાઈ ગયા હતા. ભાદરવા માંસમાં પ્રથમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરીજતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...