સમાધાન:બોટાદમાં 181 મહિલા હેલ્પલાઈન ટીમે ઠંડીમાં પીડિતાને ઘરવિહોણી થતાં બચાવી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારમાં રહેતી પરિણીતાને ભાભીએ 15 દિવસના નવજાત સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી

બોટાદ માં નણંદે ભાભી પાસેથી 15 દિવસના નવજાત બાળકને લઇને કડકડતી ઠંડીમા ઘરમાંથી કાઢી મુકતા બોટાદ 181 ટીમે મહિલાનું કાઉન્સેલ કરી મહિલાને ઘરવિહોણી થતા બચાવી હતી. ઠંડીના વાતાવરણમા બોટાદ સીટી વિસ્તારમાં રહેતી મહિલાએ 181 માં ફોન કરીને મદદ માંગવામાં આવી હતી કે મારી નણંદ મારુ 15 દિવસનું બાળક છીનવી અને મને ઘરમાંથી કાઢી મુકી છે તેથી મને મદદ માટે 181 વનની જરૂર છે.

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને જાણ થતાં કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ગોસ્વામી પૂજાબેન, તેમજ પાયલોટ જમોડ હરેશભાઇ જણાવેલ સ્થળ પર પહોંચતા જોવા મળ્યું કે પીડિત મહિલાને પ્રસૂતિને 15 દિવસ જેટલો જ સમયગાળો થયો છે અને નણંદે પિડિતાને ઘરની બહાર કાઢી મુકી છે અને 15 દિવસનું બાળક પણ છીનવી લીધું છે . 181 ની ટીમે મહિલા સાથે વાતચીત કરતા પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને બીજી કાસ્ટમાં લવ મેરેજ કરેલા છે.

અને તેમના લગ્નને દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છે. પીડિત મહિલા અને તેમના પતિ અલગ રહે છે હાલ તેમને પ્રસુતિ થયેલ હોવાથી તેઓ નણંદ સાથે રહે છે મહિલાએ જણાવ્યું હતું કે મારે બે નણંદ છે એક રિસામણે છે અને એક સાસરે છે સાસુ, સસરા હૈયાત નથી તેથી ઘરનો બધો વહીવટ નણંદ જ કરે છે . પીડિત મહિલા બીજી કાસ્ટના હોવાથી નણંદ દરેક કામમાં રોકટોક કરે છે અને મહેણાં ટોણા મારે છે.

પીડિત મહિલાના માતા પીડિત મહિલાના ઘરે તબિયત પુછવા આવેલ તો મહિલાના નણંદે તેમને અપશબ્દો બોલેલા અને મહિલાને મળવાની પણ ના પડી હતી અને પીડિત મહિલાને પણ ઘરમાંથી નીકળી જાવા કહી ને 15 દિવસનું બાળક છીનવી લીધુ હતું. અભયમ ટીમે પીડિતાના નણંદનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યા કે હાલ પિડિતાની પ્રસુતિ થઈ છે અને પિડિતાને શારીરીક અને માનસિક બંને રીતે આરામની જરૂર છે જેથી પિડિતા અને બાળકને સાચવવા ત્યારબાદ નણંદ અને પતિ તથા પીડિતા બધાને સાથે કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...