બરવાળા ધોલેરીયા પરામાં રહેતા નરેન્દ્ર વખુભાઈ મેર પોલીસ ડીપાર્ટમેન્ટમાં નોકરી ન કરતા હોવા છતાં પોતાની ઓળખસી.આઈ.ડી. ક્રાઈમનાં અધિકારી તરીકે આપી સી.આઈ.ડી. ક્રાઈમના અધિકારીનાં ખોટા પ્રમાણપત્ર, સિક્કાઓ બનાવી પોલીસ કર્મચારીનો યુનિફોર્મ પહેરી રોફ જમાવતો હોવાથી બોટાદ એલ.સી.બી.પોલીસે નરેન્દ્ર મેરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ એલ.સી.બી પોલીસમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ ઝાલા, બળભદ્રસિંહ ગોહિલ, રામદેવસિંહ ચાવડા, બલદેવસિંહ લીમ્બોલા વગેરે તા.16/5/22નાં રોજ સાંજે 5.30 કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બરવાળા ધોલેરીયા પરામાં રહેતા રહેતા નરેન્દ્ર વખુભાઈ મેર પોતે પોલીસ ડીપાર્ટમેન્ટમાં નહિ હોવા છતાં પોતાની ઓળખ પોલીસ ડીપાર્ટમેન્ટનાં સી.આઈ.ડી. ક્રાઈમનાં અધિકારી તરીકેની આપે છે અને પોતે સી.આઈ.ડી. ક્રાઈમનાં અધિકારીના ઓળખપત્ર રાખે છે
જે બાતમીના આધારે એલ.સી.બી પોલીસ નરેન્દ્ર વખુભાઈ મેરના ઘરે જઈ નરેન્દ્ર મેરને ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસેથી પોલીસ ડીપાર્ટમેન્ટના સી.આઈ.ડી. ક્રાઈમનાં અધિકારીનાં ખોટા પ્રમાણપત્ર, સી.આઈ.ડી. ક્રાઈમના ખોટા આઈ.ડી. અને સિક્કાઓ, યુનિફોર્મ અને એરગન નંગ 2 કબ્જે કરી બરવાળા પોલીસે સ્ટેશનમાં આરોપી નરેન્દ્ર વખુભાઈ મેર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી છેલ્લા કેટલા સમયથી આ રીતે લોકોને ખોટી ઓળખ આપી છેતરતો હતો કે તેઓ પાસેથી નાણાં પડાવતો હતો. તે સહિતની વિગતો જાણવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે. આરોપી માત્ર બરવાળામાં જ કે અન્ય શહેરોમાં જઇ કોઇ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે જાણવા માટે હાલ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. જેમાં કેટલાય કેસમાં પદડો ઉંચકાશે અને સત્ય બહાર આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.