રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા પ્રવીણભાઈ છનાભાઈ ડોડીયા અનુ.જાતિને માતાજીની મઢનાં હિસાબ કિતાબ બાબતે ત્રણ લોકોએ હાથમાં લોખંડનાં પાઈપ લઈને આવીને મારી નાખવાની ધમકી આપતા રાણપુર પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા પ્રવીણભાઈ છનાભાઈ ડોડીયા જાતે અનું. જાતિ ઉ.વ.38 તા.17/5/22 નાં રાત્રે 9.00 કલાકે માતાજીના મઢે હિસાબ કિતાબ બાબતે મીટીંગ રાખી હોવાથી ત્યાં જવા ઘરની બહાર ઉભા હતા તે દરમિયાન રામજી કાનાભાઈ ડોડીયા, પ્રવીણ રામજીભાઈ ડોડીયા, મહેન્દ્ર રામજીભાઈ ડોડીયા લોખંડનાં પાઈપ લઇને આવીને કહેવા કહેવા લાગ્યા કે આવ આજ તારો હિસાબ પૂરો કરી નાખીશ તું મઢનાં હિસાબમાં આડો આવશે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા
અને જતા જતા કહેતા ગયા હતા કે તું મઢે આવ તને આજે પતાવી દેવો છે તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રવીણભાઈ છનાભાઈ ડોડીયાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, માતાજીના મઢના હિસાબની માથાકૂટને લઇને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી છે. આ બનાવ અંગે 3 લોકો સામે રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 3 સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નાની નાની બાબતમાં મારી નાખવાની ધમકીના બનાવો વધી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.