તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:બોટાદની ટ્રાફિક સમસ્યા નિવારવા એકી-બેકી પાર્કિંગ પદ્ધતિનો અમલ

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમલ નહીં કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરાશે

બોટાદમાં હવેલી ચોકથી તાજપર સર્કલ સુધીનો રસ્તો સાંકડો છે અને આ રસ્તા પર વાહનોની અવર-જવરનું પ્રમાણ ઘણુ વધારે છે. આ કારણોથી થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે દ્રિ-ચક્રિય (ટુ-વ્હીલર) વાહન પાર્કિંગ માટે હવેલી ચોકથી તાજપર સર્કલ સુધીના રોડ પર એકી-બેકી પદ્ધતિનું જાહેરનામું અમલમાં છે.

જેમાં એકી તારીખે જમણી બાજુ અને બેકી તારીખે ડાબી બાજુ વાહન પાર્ક કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. હવેલીચોકથી તાજપર સર્કલ સુધીના રસ્તામાં દુકાન, એાફીસ રાખી વેપાર કરતા વેપારી મિત્રોને અપિલ કરવામાં આવી છે કે આ એકી-બેકી પદ્ધતિના જાહેરનામાના ચુસ્ત અમલીકરણ કરવા પોતાની દુકાન, એાફિસની બહાર પાર્કિંગને અડચણ રૂપ થાય તે રીતે બોર્ડ કે અન્ય માલસામાન બહાર કાઢવો નહિ. જો કોઈ વેપારી દ્રારા પાર્કિંગમાં અડચણ ઉભી કરાશે તો તેઓની વિરુદ્ધમાં ગુના દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો