ગઢડા તાલુકાના હરિપર ગામનો શિક્ષક શબ્બીર ઈ બોળાતર શાળામાં ધો.6ની વિદ્યાર્થીનીને અડપલા કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આ શિક્ષકને ધારપીપળા ગામે મુકવામાં આવતા ગ્રામજનોએ આ શિક્ષકને હાજર ન કરવા માટે શાળાના આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી હતી અને યોગ્ય નિર્ણય નહી આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની હરીપર ગામનો શિક્ષક ભણતરના પાઠ ભણાવવાના બદલે પ્રેમના પાઠ ભણાવતો વાલીઓએ પકડ્યો હતો. જેને લઈને આ શિક્ષક શબ્બીર ઈ બોળાતર પર પી.એસ. આઈ. આર.બી.કરમટીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ધોરણ 6ની વિદ્યાર્થીનીને અડપલા કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરતા શિક્ષણ વિભાગે તેને સસ્પેન્ડ કર્યો હતો.
અને ગામ દ્વારા શિક્ષકનો બહીષ્કાર કરવામાં આવ્યો. આ શિક્ષકને રાણપુર તાલુકાના ધારપીપળા ગામે મૂકવામાં આવતા ગામલોકોએ ભેગા થઈ ધારપીપળા શાળાના આચાર્યને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે આ શિક્ષકને હાજર ન કરવા, અને હાજર કરશો તો શાળા માટે અને ગામ માટે શિક્ષણ પર ખરાબ અસર થવાની સંભાવના છે.
તેથી આ શિક્ષકને હાજર ન કરવા જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આ શાળાને તાળાબંધી કરવામાં આવશે. તેમ ધારપીપળા ગામના આગેવાન હરીરામભાઈ સાધુએ જણાવ્યું હતું આ બાબતની જાણ ભગવતસિંહ દાયમા કારોબારી ચેરમેન પ્રતિનિધિ બોટાદ જિલ્લા પંચાયત ઉમરાળા જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ સીતાપરા તથા નાગનેશ જિલ્લા પંચાયતના સદસ્ય મનીષભાઈ ખટાણા કરતા તેઓ તાત્કાલિક ધારપીપળા ગામે દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઢડા તાલુકાના હરિપર ગામના શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ કેસમાં શિક્ષકને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષકની રાણપુર તાલુકાના ધારપીપળા ગામની શાળામાં મુકવામાં આવતા તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. ગામલોકોએ આચાર્યને રજૂઆત કરી શાળામાં ન લાવવા રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.