• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ICU At General Hospital, Botad District. Ward And Covid Care Center At Ranpur Polytechnic College Inaugurated By Former Minister Saurabh Patel

લોકાર્પણ:બોટાદ જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. વોર્ડનું અને રાણપુર પોલિટેકનિક કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરનું પૂર્વ મંત્રી સૌરભ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.વોર્ડનું લોકાર્પણ તથા એન.એમ.ગોપાણી પોલિટેકનિક રાણપુર ખાતે કોવીડ કેર સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરાયું હતું.

બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.વોર્ડ બનતા દર્દીઓને લાભ મળશે તથા એન.એમ.ગોપાણી પોલીટેકનીક રાણપુર ખાતે કોવીડ કેર સેન્ટર ઉભુ કરાયું છે તેના દ્વારા સ્થાનિક જ સારવાર મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, પોપટભાઈ અવૈયા સહિતના અગ્રણીઓ, નાયબ કલેકટર મિયાત્રા, આર.કે.વંગવાણી તથા આરોગ્ય વિભાગના અધિકારી–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...