તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નાગનેશ બેઠકના અપક્ષ ઉમેદવારના પતિનો કોંગ્રેસના વિજેતા ઉમેદવારના પતિ ઉપર હુમલો

બોટાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર પચાવી ન શકતાં અપક્ષ ઉમેદવારના પતિએ કારથી કોંગ્રેસ ઉમેદવારના પતિના બાઇકને ટક્કર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી

રાણપુર તાલુકા પંચાયતની નાગનેશ સીટ ઉપર કોંગ્રેસ પક્ષનો વિજ્ય થતા હારેલ ઉમેદવારના પતિ થી હાર સહન ન થતા કોંગ્રેસમાથી વિજેતા થયેલ ઉમેદવારના પતિના માટરસાઇકલને અને તમની સાથે રહેલ અન્ય બે મેટરસાઇલને ઇક્કોથી ટક્કર મારી 5 લોકોને ગંભીર ઇજાઓ પહોચાડી મારી નાખવાની ધામકી આપતા રાણપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા રાણપુર તાલુકા પંચાયતની નાગનેશ સીટ ઉપરથી કોંગ્રેસ પક્ષમાથી કંચનબેન બાવલભાઇ સુરેલા અને અપક્ષમાંથી ધર્મિષ્ઠાબેન વિજ્યસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમા નાગનેશ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર કંચનબેન બાવલભાઇ સુરેલા વિજયી થયા હતા અને ધર્મિષ્ઠાબેન વિજયસિંહ ડાભી અપક્ષ ઉમેદવારની હાર થઇ હતી જે હાર અપક્ષ ઉમેદવારના પતિ વિજ્યસિંહ ઉર્ફે લાલો પવિણસિંહ ડાભીથી સહન ન થઇ હતી. જે બાબતનુ મન દુઃખ રાખી બપોરના 1.20 કલાકે વિજેતા ઉમેદવારના પતિ બાવલભાઇ બાજુભાઇ સુરેલા સુરૂભા ફૌજીના બાઇક પાછળ બેસી અને કરણસિંહ હઠુભા ઝાલા પોતાનુ બાઇક લઇને તેમજ જયદેવસિંહ ચૌંદુભા ઝાલા અને દોલસિંહ બન્ને રાણપુર મોડલ સ્કૂલથી નાગનેશ જતા હતા તે દરમિયાન નંદ ક્વોરી પાસે પહોચતા હારેલા અપક્ષ ઉમેદવારના પતિ વિજ્ય ઉર્ફે લાલો ડાભી કાર પુરઝડપે લઇને આવીને કરણસિંહના બાઇકને ટક્કર મારી સાઇડમા પાડી દીધા હતા. ત્યાબાદ કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના દરમિયાન જયદેવસિંહ અને દોલસિંહ ઝાલાએ બાઇક ઉભુ રાખી બુમો પાડતા આ બન્ને ઉપર વિજય ડાભીએ કારથી ટક્કર મારી બન્નેને પાડી દીધા હતા. આ ઘટનામાં બાવલભાઇ બાજુભાઇ સુરેલાને હાથપગમા ફેક્સર, ફૌજી સુરૂભાને માથે અને હાથમા ગંભીર ઇજાઓ, કરણસિંહ ઝાલાને હાથમા ફેક્ચર, જયદેવસિંહ ઝાલા અને દોલતસિંહને હાથ પગમા ગંભીર ઇજાઓ પહોચતા સૌ પ્રથમ નજીકની હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા જ્યાથી વધુ સારવા માટે સુરૂભા ફૌજી અને કરણસિંહને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે બાવલભાઇ બાજુભાઇ સુરેલાએ રાણપુર પોલીસ સ્ટેશનમા વિજયસિંહ ઉર્ફે લાલો પ્રવિણસિંહ ડાભી વિરૂધ્ધ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ એન.સી. સગર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...