તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બોટાદ રોજગાર કચેરી ખાતે હેલ્પલાઈન, હેલ્પ ડેસ્ક શરૂ

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 10 અને 12ની પરીક્ષાને લઇ

જુલાઈ-2021માં લેવાનાર ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની રિપીટર, ખાનગી અને પૃથક્ક પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉજ્જ્વળ દેખાવ કરી શકે તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી ખાતે હેલ્પલાઈન નં. 6357390390 શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા એ વિદ્યાર્થીકાળનો શ્રેષ્ઠ ઉત્સવ બની રહે અને તેની ઉજવણી વાલીઓ અને શાળાઓ સૌ સાથે મળી કરીએ તેવા સંકલ્પને સાકાર કરવા રોજગાર કચેરી કટીબદ્ધ છે.

આ પરીક્ષામા વિદ્યાર્થીઓ હર્ષભેર ઉજવણી કરી પોતાના પરીશ્રમ દ્વારા પ્રારબ્ધની પ્રાપ્તિ સાથે જ્ઞાનદિપના ઉજાસ વડે રાષ્ટ્રનિર્માણમાં ગૌરવપ્રદ યોગદાન આપી શકે તેવા ઉમદા આશયને સાર્થક કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉમંગ અને ઉત્સાહ સાથે જ્ઞાનનો ભાગ બને તેમજ માનસિક તાણ, હતાશા અને ચિંતાથી મુક્ત બની પરીક્ષા પર્વની ઉજવણી કરી શકે તેવા હેતુસર કચેરી ખાતેના નિષ્ણાંત કાઉન્સેલર દ્વારા ટેલી કાઉન્સેલિંગ વડે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેવાનો લાભ લેવા માટે કચેરી સમય દરમિયાન હેલ્પ લાઈન નં. 6357390390 ઉપર સંપર્ક કરવા બોટાદ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...