ફરિયાદ:બોટાદના યુવકને પૈસાની લેતીદેતી બાબતે છરી બતાવી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 લોકોએ યુવકને મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ

બોટાદમાં ઉમાપાર્ક 1 માં રહેતા રવિરાજભાઈ જોરૂભાઈ ડાંગરને પૈસાની લેતીદેતી બાબતે પાંચ લોકોએ છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે આઠ ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં ઉમાપાર્ક 1માં રહેતા રવિરાજભાઈ જોરૂભાઈ ડાંગર તા.17/5/22નાં રોજ રાત્રે 8.૩૦ કલાકે તેમના ઘરે હતા ત્યારે ભગીરથ ફૂલાભાઈ ધાંધલ રહે.તુરખા વાળો મોટરસાઈકલ લઇ ત્યાં આવીને ચાર માસ પહેલા પૈસા લેતી દેતી બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી રવિરાજભાઈને ગાળો દેવા લાગ્યો હતો ત્યારે સંજય મીઠાપરા અને અન્ય ત્રણ લોકો ત્યાં આવીને છરી દેખાડી રવિરાજભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કહ્યું હતુ કે ચાર મહિના પહેલા પૈસા આપવા જણાવ્યું હતું હેવે તેને જોઈ લેવાનો છે જાનથી મારી નાખવાનો છે.

આ બનાવ અંગે રવિરાજભાઈ જોરૂભાઈ ડાંગરે બોટાદ પોલીસ સ્ટેશનમાં ભગીરથ ફૂલાભાઈ ધાધલ રહે. તરઘરા, રણુ ઉર્ફે લાલો ખાચર રહે. તાજપર, દિલીપ દડુભાઈ ખાંભળા રહે. બોટાદ, સંજય મેઠાપરા અને ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...