ધરપકડ:હાસલપુર પોલીસે મારુતિ કંપનીમાં થયેલી સ્પેરપાર્ટની ચોરીનો ભેદ ઉકેલ્યો

રામપુરા ભંકોડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 આરોપી સાથે રૂ 34,61,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

હાંસલપુર મારુતિ કંપનીમાંથી થયેલી સ્પેરપાર્ટસની ચોરીનો ભેદ હાંસલપુર પોલીસનીટીમે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો. 8 આરોપીઓને ઝડપી પાડી રૂ.34,61,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. હાસલપુર પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ હાસલપુર પોલીસ સ્ટેશનમાં મારુતિ સુઝુકી કંપનીમાં સ્પેરપાર્ટની થયેલી ચોરીની ફરિયાદ નોંધાવા પામી હતી. ફરિયાદના આધારે હાંસલપુર પોલીસ સ્ટેશનના એ એમ પરમાર પોલિસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા હાસલપુર પોલીસને સુચના કરી હતી. રોહિતભાઈ અ હેડ કોએ તપાસ શરૂ કરી હતી.

આરોપીઓ ચોરીનો માલ વેચવા જવાની મળેલી બાતમીને આધારે હાસલપુર નજીક વોચ ગોઠવી આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ₹.34,61000 નો મારુતિ ઓટો કંપનીના સ્પેરપાર્ટ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ પાર્થ કુમાર પિન્ટુભાઇ પટેલ ઉંમર વર્ષ 24 રહે આદીવાડા, તા બહુચરાજી, તરુણકુમાર રણછોડભાઈ પટેલ ઉમર 23 રહે આદીવાડા, નિકુલ કુમાર રાણાજી ઠાકોર ઉંમર વર્ષ 30 રહે આદીવાડા, સોમાભાઈ દોલાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 30 રહે પાનવા તાલુકો પાટડી

મહેશકુમાર પ્રહલાદભાઈ સોલંકી ઉંમર વર્ષ 30 રહે આદીવાડા, નિતીનકુમાર ભગાભાઈ નાડીયા ઉંમર વર્ષ 20 રહે સુજાનપુર તાલુકો બહુચરાજી, હિમાંશુ ઉર્ફે હોડી, લાલો ભાઈલાલભાઈ રહે મેસરા તાલુકો ચાણસ્મા, ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધમો લીલાજી ઠાકોર ઉંમર વર્ષ 24 રહે કારોડા તાલુકો ચાણસ્મા તમામને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં હાસલપુર પોલીસ સ્ટેશનના એ એમ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર, અ હેડ કો રોહિત ભાઈ વિષ્ણુભાઈ, અપોકો જગાભાઈ હિતેશભાઈ ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...