શિથિલતા:બોટાદમાં આડેધડ ખોદકામનાં લીધે તહેવારોમાં લોકોને હેરાનગતિ

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ તોડી નવા બનાવવામાં વિલંબ થતા તંત્ર સામે લોકોની નારાજગી
  • એક પુલ તૈયાર થયો નથી ત્યાં બીજો પુલ તોડી નાખતા ટ્રાફિક સમસ્યા

બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યા જટીલ છે ત્યારે ઠેકઠેકાણે ડ્રાઈવર્ઝનનાં લીધે ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. શહેરમાં આડેઘડ ખોદકામ થતું હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી ડ્રાઈવર્ઝનના બોર્ડ હટવાનું નામ લેતા નથી એક પુલનું કામ પૂર્ણ થતું નથી ત્યાં બીજા પુલ ખોદી નાખતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે જેને લઈ શહેરીજનોમાં રોષ વ્યાપી ગયો છે. બોટાદ શહેરમાં આડેઘડ ચાલતા ખોદકામનાં લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યા જટિલ બની છે.

શહેરમાં પ્રવેશવા માટેના સાળંગપુર રોડ અન્ડરબ્રિજ કરોડોના ખર્ચે બનેલ જેનું કામ ચાર વર્ષ જેટલો સમય ચાલેલ અને હમણા જ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ આ અન્ડરબ્રિજમાં ચોમાસામાં તો પાણી ભરાતું હતું પરંતુ હાલમાં ચોમાસું પૂર્ણ થઇ ગયુ હોવા છતાં આ પુલમાં પાણી ભરાય રહેતા લોકોનાં વાહનોમાં પાણી ભરાય જાય છે. જેના લીધે વાહનો બંધ થઇ જતા હોય છે. આ અન્ડરબ્રિજ ચાલુ થયાના ગણતરીનાં દિવસો થયા હોવા છતાં હાલમાં આ પુલમાં મસમોટા ખાડાઓ પડી જતા લોકોને આ પુલ સુવિધા રૂપ નહિ પરંતુ દુવિધા રૂપ નીવડ્યો હોય તેમ લાગે છે.

ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે લોકોનેની સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. શહેરનો મુખ્યમાર્ગ ટાવર રોડ કે જ્યાં પુલ તોડી નવો બનાવવાનું કામ ચાલુ છે. આ પુલનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી તેમજ આની નજીકમાંજ અવેડાગેઈટ પાસેનો બીજો પુલ નવો બનાવામાં માટે તોડી નાખ્યો છે જેને મહિનાઓ થવા છતાં આજદિન સુધી આ પુલનું કામ ચાલુ થયું નથી તો બીજી બાજુ આ બન્ને રોડ ઉપર ડ્રાઈવર્ઝનનાં લીધે વાહનો મોઢસમાજની વાડી પાસેથી જુના પાળીયાદ બસસ્ટેન્ડ તરફ ચાલતા હોય છે ત્યાં પણ નદી ઉપર કોઝવે આવેલો છે.

આ કોઝવે બંને બાજુથી તૂટી ગયેલ હાલતમાં છે તેમ છતાં ભારે વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોવાથી મોટી દુર્ઘટનાં સર્જાવાની સંભાવના છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ ગોકળગાયની ગતિએ ચાલતા કામ પૂર્ણ કરવામાં આવે જેથી કરી શહેરીજનોની સમસ્યાનો અંત આવે.

બોટાદના અન્ડરબ્રિજની કફોડી હાલત
બોટાદ શહેરમાં બે અન્ડરબ્રિજ બનાવ્યા છે પરંતુ આ અન્ડરબ્રિજમાં પાણી સુકાવાનું નામ લેતું નથી જેના લીધે થોડા સમયમાં આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ અન્ડરબ્રિજમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને લઇ શહેરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વગર વરસાદે આ બ્રિજમાં પાણી ભરાવાથી લોકોનાં વાહનોમાં પાણી ધુસી જતા અધવચ્ચે વાહનો બંધ થઈ જતા હોય છે ત્યાર તંત્ર સામે સૌ લોકો નારાજ છે.

મંદ ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ
શહેરમાં ચાલતા પુલનાં કામ કોન્ટ્રાક્ટર દ્વારા સમય મર્યાદામાં પૂર્ણ ન થતા વારંવાર ટાઈમ લીમીટ વધારવામાં આવે છે જેને લઇ આ ગોકળગાયની ગતિએ ચાલતા કામના લીધે શહેરમાં વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોમાં તંત્ર સામે રોષે ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...