પુરુષોત્તમ માસમાં ભક્તિ:સાળંગપુર મંદિરે અધિક માસમાં રોજ હનુમાન ચાલીસાના પાઠ કરાશે

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાળંગપુર ગામે કષ્ટભંજન હનુમાનજી મંદિરે જીવ માત્રની સુખાકારી માટે અને વિશ્વશાંતિ માટે તા.18/9/20ને શુક્રવારથી શરૂ થતા અધિકમાસ આખો મહિનો દરરોજ સવારે 7 થી સાંજના 7 કલાક સુધી ષોડસોપચાસ પૂજન સાથે બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે. અધિકમાસ દરમિયાન દર શનિવારે ભવ્ય પોડસોપચાર પૂજન આરતી 6.30 કલાકે કરવામાં આવશે. અધિકમાસમાં આખો મહિનો સવા લાખ શ્રી હનુમાન ચાલીસા કરાવી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં ચરણોમાં કોરોનાનો નાશ થાય એવી પ્રાર્થના કરવામાં આવશે. તસવીર કેતનસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...