વેક્સિનેશન:બોટાદ જિલ્લાને 100 ટકા કોરોના રસીકરણયુક્ત બનાવવા આજે મહાઅભિયાન

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં સો ટકા કોરોના વિરોધી રસીકરણ થાય તે માટે તા.17 સપ્ટેમ્બર 2021 ના રોજ બોટાદ જિલ્લામાં મહા અભિયાન યોજાશે.

બોટાદ જિલ્લામાં બાકી રહેલ પ્રથમ ડોઝ તેમજ બીજા ડૉઝના તમામ નાગરિકોને વેકિસનેશનનો લાભ મળી રહે તે માટે બોટાદ જિલ્લામાં જિલ્લા કલેકટરના સીધા જ માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા અનેક સ્થળોએ રસીકરણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કામગીરી અસરકારક રીતે થાય તે માટે બોટાદ જિલ્લામાં વર્ગ–1 ના અધિકારીઓને નોડલ તરીકે નિયુક્તિ કરી કોઈ નાગરિક પહેલા કે બીજા ડૉઝથી વંચિત ન રહી જાય તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં પુરતું વેકિસનેશન થાય તે માટે રાત્રિ કેમ્પોના આયોજન પણ કરવામાં આવ્યા છે અને આજે મહાઅભિયાનનો પુરતો લાભ લાભાર્થીઓને મળી રહે તે માટેનું આયોજન કરાયું છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ટીમની આરોગ્યલક્ષી મશીનરીનો ઉપયોગ થઇ રહ્યો છે. મહા અભિયાનનો લાભ લઈ બોટાદ જિલ્લાને 100 ટકા રસીકરણ યુક્ત બનાવવા જિલ્લાની જનતાને જિલ્લા કલેક્ટર અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...