પ્રાકૃતિક કૃષિ:ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બને તે માટે સરકાર કટિબદ્ધ: ઊર્જામંત્રી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડામાં દેશી ગાય નિભાવ સહાય યોજનાનો શુભારંભ

સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કાર્યક્રમ ગઢડા જે.સી. કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતો ચીલાચાલુ ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી આર્થિક સમૃધ્ધ થાય તે માટે રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે તેમજ આ પ્રાકૃતિક ખેતી કરીને રાજયનો ખેડુત આર્થિક રીતે પગભર બને તે દિશામાં રાજય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ થયો છે તેમ જણાવી દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂપિયા 900 ની સહાય આપવામાં આવશે ખેડૂતોની કૃષિ આવક બમણી થાય તેવી રાજય સરકારની નેમ છે.

આ પ્રસંગે સાત પગલાં ખેડૂત કલ્યાણના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના હેઠળ મીડીયમ સાઈઝ ગુડ્સ કેરેજ વ્હીકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે મંજૂરી હુકમો એનાયત થયા હતા. ગઢડા ખાતે યોજાયેલ બ્લડ કેમ્પમાં પણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ વૃક્ષારોપણ પણ થયુ હતું. આ કાર્યક્રમમાં ક્લેકટર વિશાલ ગુપ્તા,ડીડીઓ લલીતનારાયણસિંધ સાંદુ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, પાલિકા તેમજ માર્કટીંગ યાર્ડના સભ્યો સહિત ખેડૂત ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...