કાર્યવાહી:બરવાળા પાસેથી 11.81 લાખના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી આવેલો દારૂ રેફડા પહોંચે તે પહેલા કાર્યવાહી

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં દારૂની રેલમછેલ થાય તે પહેલાં બોટાદ એલસીબીએ સપાટો બોલાવ્યો હતો. દારૂ ભરેલી આઈસર મહારાષ્ટ્રથી બરવાળા તાલુકાના રેફડા ગામે પહોંચે એ પહેલા રૂ. 10,40,400ના મૂલ્યની દારૂની 3468 બોટલ ભરેલી 288 પેટી અને રૂ. 1,41,100ના મૂલ્યના બિયરના 1411 ટીન ભરેલી 58 પેટી મળી કુલ રૂ. 11,81,500નો જથ્થો ઝડપી લેવાયો હતો.

બોટાદ એલ.સી.બી. સ્ટાફના હે.કો.અશોકભાઈ બાવળીયા, એ.એસ.આઈ. અરવિંદભાઈ મકવાણા વગેરે તા.14/3/22 ના રોજ રાત્રીના 11:00 વાગ્યે કચેરી ખાતે હાજર હતા ત્યારે બાતમી મળી હતી. તેમાં એક ઈસમ આઈસરમાં લોખંડના નટ બોલ્ટ ભરેલ બોક્સની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી બરવાળા દર્શન હોટલની પાસે વાહન પાર્ક કરી ઉભો હોવાનું જણાવ્યું હતું.

જેથી એલ.સી.બી સ્ટાફના માણસોએ બાતમી વાળા સ્થળે જઈ આઈસરમાં બેસેલા સૌદાગર ઘૌડીબા વાઘ જાતે. મરાઠી રહે.આંબેજ્વાલગા જી. ઉસ્માનાબાદ (મહારાષ્ટ) ને ઝડપી આઈસરમાં લોખંડના નટ બોલ્ટના પુંઠાના 168 બોક્સ અને એક લાકડાના બોક્સની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી જેમા 288 નંગ પેટીઓમાં 3468 નંગ મોબી વોડકા બ્રાંડની દારૂની બોટલો કિ.રૂ.10,40,400 તેમજ અલગ અલગ બેંચ નંબર વાળી પેટીઓ મળી હતી.

જેમા બેચ નં 1 માં 29 બીયર ટીન ભરેલી પેટીઓ અને 19 છુટ્ટા ટીન મળી કુલ 715 ટીન રૂ.71500 મળી આવ્યા હતા. બેંચ નં 2 માં 25 નંગ બીયરની પેટીઓ જેમા કુલ 600 ટીન કી.રૂ. 60,000 મળી આવ્યા હતા અને બેચ નં3 માં 4 નંગ બીયર ટીન ની પેટીઓ કુલ 96 નંગ ટીન કિ.રૂ. 9600 મળ્યા હતા. તેમજ તે ઈસમની ઝડતી લેતા તેની પાસેથી બે મોબાઈલ કિ.રૂ.8000 મળી આવ્યા હતા.

પોલીસે આઈશર ચાલક ઈસમને આ ઝડપાયેલ દારૂ બાબતે પુછતાછ કરતા તેણે આ દારૂનો જથ્થો પોતાના મોટાભાઈ શેખર ઘૌડીબા વાઘ. રહે.આંબેજ્વાલગા તા.જી. ઉસ્માનાબાદ (મહારાષ્ટ) વાળાએ દારૂની ગાડી ભરી વોટસએપ લોકેશન મોકલી અને એક સફેદ કલરની વેગેનાર ગાડી આઈશર ગાડીની આગળ પાઈલોટીંગ કરતી હતી અને આ દારૂ બરવાળા નજીક રેફડા ગામે રહેતો શીવકુ જેઠસુરભાઈ કરપડાને ત્યા ડીલવરી આપવા હોવની વિગત આઈશર ચાલક ઈસમે જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...