મુખ્યમંત્રીને પત્ર લખી માંગ:પંચાયતોની ચૂંટણીમાં OBC સમાજને અનામતનો લાભ આપો

રામપુરા ભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઇ

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી સમાજને અનામતનો લાભ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિરમગામ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. લાખાભાઈ ભરવાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી સમાજના અનામત નો લાભ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

જ્યાં સુધી આ સંદર્ભની કાયદાકીય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મળતવી રાખવા માં આવે તેવી ખાસ માંગણી પત્રમાં કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા તમામ જિલ્લા કલેકટરોને પત્ર લખેલ છે. તે મુજબ ગુજરાતમાં આવે તે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ 1993થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો ઓબીસી માટે 10 ટકા બેઠકો અનામત રહેશે નહીં આદેશ કરવામાં આવ્યા હતા.

જે અંગે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી રિઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. જે કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી રિઝર્વેશનનો પ્રમાણ બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક મિશન રચીને વસ્તીના આધારે માપદંડ નિયત કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...