બોટાદ જિલ્લાની આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસા જંક્શનની ધો-10ની વિદ્યાર્થિની દૃષ્ટી વિજયભાઈ કારિયાણીએ વીર ગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ કક્ષાએ વિજેતા બનીને બોટાદ જિલ્લાની યશકલગીમાં સુવર્ણપીંછ ઉમેર્યું છે. ધો.10માં રાષ્ટ્ર કક્ષાએ એક ગુજરાતની અને એક યુ.પી.ની માત્ર 02 વિદ્યાર્થિની જ વિજેતા બની હોવાથી દિલ્હી ખાતે યોજાનારા તા.26મી જાન્યુઆરીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે દૃષ્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ધો-10ની વિદ્યાર્થિની દૃષ્ટીએ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં 750 શબ્દોમાં નિબંધ લખ્યો હતો. જેના ભાગરૂપે દૃષ્ટીને દિલ્હી ખાતે ministry of defence દ્વારા તેમને સન્માન અને રૂ. 10,000/- ઈનામ પ્રાપ્ત થશે. આ સફળતા માટે જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમારે સમગ્ર શાળા તેમજ પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.