જીવલેણ અકસ્માત:ગઢડા(સ્વામીના)ના તબીબની કારને વડોદરા પાસે અકસ્માત, પૂર્વ શહેર ભાજપ પ્રમુખના પત્નીનું મૃત્યુ

ગઢડા(સ્વામીના)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામીના) શહેર તાલુકા તથા સમગ્ર જીલ્લાના લોકપ્રિય સેવાભાવી જાણીતા તબીબ ડૉ. જી.વી. કળથીયા વહેલી સવારે પરિવાર સહિત સુરત યોજાનાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે દરમિયાન વહેલી સવારે વડોદરાના આજવા પાસે એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સમાચારથી સમગ્ર પંથકમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો હતો.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર વહેલી સવારે સુરત એક કાર્યક્રમ માટે સહપરિવાર જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે વડોદરા આજવા પાસે એક ટ્રક ચાલકે પાછળથી કારને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાછળ ની સીટ ઉપર બેઠેલા ડૉ. જી.વી. કળથીયાના ભત્રીજા અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વલ્લભભાઈ કળથીયાના ધર્મપત્ની દેવીલાબેનનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થતાં ભારે શોક ફેલાવા પામેલ હતો.

તેમજ ઉષાબેન કળથીયાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત દરમિયાન ડૉ. કળથીયા સહિત અન્ય લોકોનો ચમત્કારીક બચાવ થવા પામેલ હતોે. આ ઘટનાના પગલે પટેલ સમાજ સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ અકસ્માતમાંબીબ જી.વી. કળથીયાના પરિવારના પૂર્વ ગઢડા શહેર ભાજપ પ્રમુખ વલ્લભભાઈ કળથીયાના ધર્મપત્ની દેવીલાબેનનું ઘટના સ્થળૃત્યુ થતાં શોકની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...