ધરપકડ:ગઢડા પોલીસે 16 જગ્યાએથી ચોરી કરનારી ગેંગને ઝડપી પાડી

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ આરોપીએ ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુરમાંથી કપાસ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે

ગઢડા પોલીસે ગઢડા, ઉમરાળા, વલ્લભીપુરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 16 જગ્યાએથી કપાસની ચોરી કરનાર ગેંગને પીકપ વાહન સાથે પકડી ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન મુજબ તા. 04/12/21ના રોજ અડતાળા રોડે વાહન ચેકિંગ કામગીરીમા ગઢડા પોલીસના પો.સબ.ઇન્સ. આર.બી.કરમટીયા અને સ્ટાફને મળેલી બાતમીનાં આધારે પીકપ વાહન જેનો ઉપયોગ કપાસ ચોરીમાં થતો હોય અને તેમાં બેસેલ ઇસમો કપાસ ચોરવાનું કામ કરતા હોવાની બાતમી વાળું પીકપ વાહન રોકી ચેક કરતા તેમા બેસેલા પાંચ ઇસમો શક્તિ જીણાભાઇ લીંબડીયા, ગુલા જીણાભાઇ લીંબડીયા, રમેશ મનજીભાઇ બગદરીયા, વીજયભાઇ ગોવીંદભાઇ બગદરીયા અને નટુ ઓધાભાઇ રાઠોડ (રહે.તમામ સમઢીયાળા તા.ઉમરાળા જી.ભાવનગર)ને રોકીને પુછ પરછ કરતા આ પાંચેય ઇસમોએ કપાસની ચોરી કરતા હોવાની કબુલાત કરતા પોલીસે આ આરોપીને પીકઅપ ગાડી અને રોકડ રૂ. 1,56,000નાં મુદ્દામાંલા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...