ભાજપ ઉમેદવારે કર્યા પ્રચારના શ્રી ગણેશ:ગઢડા 106 બેઠકના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાએ મહાદેવના દર્શન કર્યા; કાર્યકરોમાં પણ આનંદ અને ખુશીની લાગણી

બોટાદ19 દિવસ પહેલા

ગઢડા 106 બેઠકના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટૂંડિયાએ આજે ભીમનાથ મહાદેવ ખાતે દર્શન કરી પ્રચારની શરૂઆત કરી. મસમોટા ગાડીના કાફલા અને ઢોલ સાથે બાપુનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.14 ડિસેમ્બરના રોજ સાધુ સંતો, મહંતોની હાજરીમાં તેઓ ફોર્મ ભરવા જશે તેવું બાપુએ જણાવ્યું.

બોટાદ જિલ્લાની ગઢડા 106 વિધાનસભા બેઠક પર ધંધુકા પાસે આવેલા ઝાંઝરકાની સવૈયા નાથની જગ્યાના મહંત શંભુ પ્રસાદ ટુંડિયાના નામની મહોર​​​​​​​ લગાવવામાં આવી છે. જેને લઈ આજે બાપુએ બરવાળા તાલુકામાં આવેલા પ્રાચીન ભીમનાથ મહાદેવ ખાતે મહાદેવના આશીર્વાદ લઈ પ્રચારના શ્રી ગણેશ કર્યા. ઢોલ-નગારા વગાડી સાથે વિધાનસભા બેઠક પરના કાર્યકરો દ્વારા બાપુનું ભવ્ય સ્વાગત કરાયું.

શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે, તારીખ 14 નવેમ્બરના રોજ ખૂબ મોટી સંખ્યામાં ક્યારે પણ ન જોયું હોય તેવી રીતે શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ સહિત અનેક અખાડાના સાધુ સંતો, સન્યાસી સાથે ખૂબ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા જશે. તેમજ આજ દિવસે બાપુનો જન્મદિવસ છે તેવી પણ વાત કરી હતી. ત્યારે આજે બાપુ દ્વારા આનંદ સાથે ખુશી વ્યક્ત કરી પ્રચારના​​​​​​​ શ્રી ગણેશ કર્યા. કાર્યકરોમાં પણ ખુશી અને આનંદ માહોલ જોવા મળ્યો.

અન્ય સમાચારો પણ છે...