તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીરવિદાય:ગચ્છાધિપતિ અમિગુરુદેવની બોટાદમાં વસમી વિદાય, શહેરના માર્ગો ઉપર પાલખીયાત્રા નીકળી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાના ખોબા જેવડા ભુગુપુર (ભડકવા) ગામમાં ખેડૂત કડવા પટેલ પરિવારના પિતા કેશુભાઈ અને માતુશ્રી મોંધીબેનની કૂખે જન્મ થયેલ પરિવારમાં તળશીભાઈ, પ્રેમજીભાઈ, અમરશીભાઈ (પૂ. અમીગુરૂ) અને સમજુબેન એમ ચાર ભાઈ બહેનોનો પરિવાર. અમરશીભાઈ અમરત્વ લેઆ જ જાણે જન્મયા હોય એમ કુટુંબીજનોએ તેઓનું શુભ નામ અમરશી રાખ્યું હતું. તેઓનો ઉછેર રાજકોટનાં નંદલાલભાઈ કોઠારી પરિવારમાં થયો હતો. જેનાથી તેઓને જૈન સંતોનો પરિચય થયો હતો. સવંત 2001માં પંડિત રત્ન પૂ. નવીન ગુરુની રાજકોટમાં દીક્ષા થઈ એક વાર અમરશીભાઈએ પ્રવચન સાંભળ્યું કે જૈન ધર્મ તો પાળે એનો ધર્મ છે. આ મહાવીરનું શાસન છે, જયા સૌના સરખા આશન છે. ત્યારે અમરશીભાઈએ મનોમન નક્કી કર્યું કે હું ખેડૂત પુત્ર છું. પરંતુ મારે હવે મારા આત્માની ખેતી કરી સંયમ થકી આત્મ કમાણી રૂપી મબલક પાક મેળવવો છે. તેઓએ મહા સુદ દશમ તા. 20-2-1948નાં શુભ દિવસે સંપ્રદાયનાં દાદા ગુરૂદેવ પૂ. માણેકચંદજી મ.સા.પાસે કરેમિ ભંતેનો પાઠ ભણેલ પૂ.ગુરુદેવ શિવલાલજી મ.સા.ને ગુરુ તરીકે ધારણ કરેલ અમીગુરુએ નાગનેશ ગામની પુણ્ય ભૂમિ ઉપર માત્ર 17 વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી.

નાની ઉમરે અંગીકાર કર્યા બાદ વિદ્યાપીઠ પૂજ્ય નૂતનગુરુ પૂજય અમીગુરૂએ ગહન અભ્યાસ કર્યો. પોતાના જીવનકાળમાં અનેક જૈનેતરો ને જૈન ધર્મ પ્રત્યે શ્રધ્દ્રાવાન બનાવ્યા છે. બોટાદ સંપ્રદાયમાં જે સાધ્વી સંધની ખોટ હતી તે ખોટ પરમ પૂજ્ય નૂતન, અમી ગુરૂની જયવંતિ જોડીએ અનેક વૈરાગી બેનો ને સંયમ ધર્મમાં પ્રેરિત કરી પૂરી કરી ઘણા વર્ષો સુધી વડોદરા ક્ષેત્રમાં વિચરણ કરી વડોદરાને જણે તીર્થભૂમિ બનાવી દીધી છે. ગાંધીનગર જેવા અનેક ક્ષેત્રોમા તેઓ શ્રીની પ્રેરણાથી ઉપાશ્રયો બન્યા તો જેલ પ્રવચનો જાહેર પ્રવચનો, યુવા વિકાસ માટેની જોરદાર પ્રવૃતિઓ પોતાના સ્વહસ્તે અનેક દીક્ષાઓ જેવા શાસન પ્રભાવના ના અજોડ કાર્યો કર્યા છે. પોતે ગચ્છાધિપતિ પદે બૃહદ ગુજરાતમા સૌથી શ્રેષ્ઠ હોવા છતા નમ્રતાને સરળતા સરાહનીય હતી. આચાર્ય પદે બિરાજમાન હોવા છતા પોતાના નામ આગળ ક્યારેય આચાર્ય જેવા વિશેષણો કોઇ લગાડ્યા હોય તો પણ કઢાવી લેતા હતા. ચાર શરણાના જાપ બાદ મહામંત્ર નવકાર નુ બુલંદ અવાજ સાથે સ્મરણ સાંભળતા રાત્રે 10.50 મિનિટે ખૂબ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો .73 વર્ષના સુદીર્ધ સંયમ પર્યાય 90 વર્ષની ઉમરે ગુરુ ભગવંતે જીવનભર જીવોની રક્ષા કરી રક્ષાબંધન પર્વના પવિત્ર દિને વિદાય લીધી જાણે તેમનુ જીવન જ આત્મારક્ષાના ભાવોની પ્રતીતિ કરાવતો હોય તેવો દિવસ.

અન્ય સમાચારો પણ છે...