તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી બોટાદથી ઝબ્બે

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ડબલ મર્ડરનો પેરોલ જમ્પ
  • બોટાદ એસઓજીની ટીમને બાતમી મળતાં નાગનેશથી ઝડપી લઇ આરોપીને રાજકોટ મોકલી આપવામાં આવશે

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર ફરાર આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ ધલવાણીયા રહે.જોબાળાને બોટાદ પેરોલ ફર્લો અને એસ.ઓ.જી.ટીમેં રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસેથી ઝડપી પાડી રાજકોટ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસ.ઓ.જી.પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી અને એ.એસ.આઇ. મુકેશભાઇ વગેરે સ્ટાફના માણસો રાણપુર પો.સ્ટે.વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા અને પ્રેટ્રોલિંગ ફરતા ફરતા રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવતા બાતમી મળી હતી કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર ફરાર આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ ધલવાણીયા રહે.જોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગરવાળો જોબાળાથી નાગનેશ બાજુ આવે છે જે બાતમીના આધારે નાગનેશ ગામે જોબાળા રોડ ઉ૫ર આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે વોચમાં હતા તે દરમ્યાન હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીકળતા તેને રોકી પુછપરછ કરતા પોતે પોતાનું નામ ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ ધલવાણીયા હોવાનું જણાવ્યું હતું આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર હોવાની હકિકત જણાવતા રાણપુર પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...