સુરક્ષાકવચ:જાન્યુઆરી, 2022થી જુન, 2022 સુધીમાં અભયમ્ની ટીમને કુલ 1157 કોલ મળી ચુક્યા

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેમાંથી કુલ 233 મહિલાઓને તો ટીમ દ્વારા સ્થળ પર જ મદદ મળી ચુકી છે
  • 233માંથી108 કેસનું અભિયમ્ હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું છે

બોટાદ જિલ્લામાં ટીમ અભયમ્ મુશ્કેલીના સમયે બહેનોની મદદ માટે હંમેશા ખડેપગે છે. 181ની ટીમે અનેક મહિલાઓને મુશ્કેલીમાંથી ઉગારીને સુરક્ષિત કરી છે.બોટાદ જિલ્લામાં સતત કાર્યરત 181 અભયમ હેલ્પલાઇનથી અત્યાર સુધીમાં કુલ 11,163થી વધુ બહેનોને સલાહ, સુચન, માર્ગદર્શન મળ્યું છે. જ્યારે કાઉન્સિલરોની ટીમે 2,934 મહિલાઓને સ્થળ પર જઈને જરૂરી મદદ પુરી પાડી છે.

બોટાદ જિલ્લાની અભયમ્ હેલ્પલાઇનની ટીમે સમયસર પીડિત મહિલાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં સુરક્ષાકવચ પ્રદાન કર્યું છે. ચાલુ વર્ષના આંકડા પર નજર કરીએ તો જાન્યુઆરી,2022થી જુન,2022 સુધીમાં અભયમ્ હેલ્પલાઈનની ટીમને કુલ 1,157 કોલ મળી ચુક્યા છે. જેમાંથી કુલ 233 મહિલાઓને તો ટીમ દ્વારા સ્થળ પર જ મદદ મળી ચુકી છે.

233માંથી 108 કેસનું અભિયમ્ હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું છે. જ્યારે બાકીના કેસને લોન્ગ કાઉન્સેલીંગ, પોલીસ કેસ, સખી વન સ્ટોપ સેંટર મારફતે આગળ વધારવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા, સલામતી અને કાયદાકીય બાબતો અંગે જાગૃતિ આવે તે માટે અભયમ્ હેલ્પલાઈનની ટીમ સતત કાર્યરત છે.

181ની ટીમ મહિલાઓને જાગૃત કરવા તાલીમ શિબિર, ડેમોન્સ્ટ્રેશન, કાયદાકીય શિબિર અને રૂબરૂ મુલાકાતનું પણ સમયાંતરે આયોજન કરે છે. બોટાદમાં બે કાઉન્સેલર બહેનો, બે કોન્સ્ટેબલ તેમજ બે પાયલોટ સાથે 181 અભયમની ટીમ જિલ્લાની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવા તત્પર છે. કોઈપણ સમાજ, રાજ્ય કે દેશની પરિસ્થિતિનો ચિતાર ત્યાં વસતી મહિલાઓના સ્થાન અને મહત્વ પર નિર્ભર હોય છે.

આપણા રાજ્યમાં મહિલા ઉત્કર્ષ, સ્ત્રી સશક્તિકરણની દિશામાં અનેકવિધ વિકાસ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા નારીશક્તિને સન્માનભેર, સ્વાવલંબી અને ગૌરવપુર્ણ જીવનના અધિકારી બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે આપણા રાજ્યની બહેનો, માતાઓ અને દિકરીઓ ગુણવત્તાસભર અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી રહી છે.

ગુજરાતની મહિલાઓને અભય અને સશકત બનાવવા તેમજ સલામતી અને સુરક્ષા પૂરી પાડવા રાજ્ય સરકારએ વર્ષ 2014માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ 2015માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી શરૂ કરેલો 181 અભિયમ્ હેલ્પલાઈન પ્રોજેક્ટ આજદિન સુધી મહિલાઓ માટે ખરા અર્થમાં સંકટ સમયનો સાથી ચરિતાર્થ થયો છે.

‘મહિલા હેલ્પલાઈન’ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત 181 અભયમ્ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...