તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બોટાદથી ફોન કરી સાયલાના વેપારી સાથે રૂપિયા 1.17 લાખની છેતરપિંડી

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયલાના વેપારીને રાજકોટ હોસ્પિટલમાં યુવક સાથે મિત્રતા થતા ફોન દ્વારા કપાસિયા ખોળ મોકલાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતા અને પશુ આહારનો વેપાર કરતા ચમનભાઇ નાનુભાઇ કાનાણી ઉપર બોટાદ થી વિજયસિંહ રણજીતસિંહ ઝાલાનું નામ દઇ ફોન પરથી ફોન કરી કાપાસીયા ખોળ મંગાવી બીજા દ્વારા ખોળ ઉતારીને રૂ. 117600 ન આપી વેપારી સાથે છેતરપીંડી કરતા બોટાદ પોલીસે જુદા જુદા બે મોબાઇલ નંબર ઉપયોગકર્તા વિરૂધ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતા અને પશુ આહારનો વેપાર કરતા ચમનભાઇ નાનુભાઇ કાનાણી ઉપર બોટાદ થી વિજયસિંહ રણજીતસિંહ ઝાલાના નામ દઇને મોબાઇલ પરથી ફોન કરી કાપાસીયા ખોળ મંગાવતા ચમનભાઇએ તા. 8/5/21ના રોજ સાયલાથી આરીફભાઇ વડૉદરીયાની આઇસરમાં કપાસીયા ખોળની 80 ગુણો બિલ નં. આર 259 મુજબ કિંમત રૂ. 117600નો માલ મોકલ્યો હતો. આરીફભાઇ આઇસર લઇને બોટાદ પહોચ્યાબાદ ખોળ ઉતારવા માટે વિજ્યસિંહને ફોન કરતા તેમણે અજીતસિંહ નો મોબાઇલ નંબર આપી અજીતસિંહ આવે છે તેવુ જણાવ્યુ હતુ પરંતુ આ બન્ને માથી એકપણ વ્યક્તિ આવ્યો ન હતો અને બીજા માણસને મોકલી આઇસરમાથી કપાસીયા ખોળ ઉતારી આઇસર ખાલી કરીને ભાડાના રૂ.500 આપી ડ્રાઇવરને કહ્યુ હતુ કે ખોળના પૈસા વિજયસિંહ આપી દેશે ત્યારબાસ સાંજ સુધી પૈસા ન મળ્યા ન હતા અને બન્ને એ ફોન સ્વીફ ઓફ કરી નાખ્યા હતા.

આમ જુદા જુદા બે નંબરમાથી ફોન કરીને ખોટુ નામ વટાવી સાયલાના વેપારી સાથે રૂ. 117600ની છેતરપીંડી કરવામા આવી હતી. આ બનાવ અંગે ચમનભાઇ કાનાણીએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ પી.એસ.આઇ યોગરાજસિંહ ઝાલા ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...