• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Former Congress President Of Gadda Taluk Joins BJP With Activists; Left The Hand Of Congress And Assumed The Role Of BJP

ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો:ગઢડા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા; કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ વિધાનસભા 107 વિસ્તારના ઉગામેડી ગામના સરપંચ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ ગઢિયા કાર્યકરો સાથે સૌરભ પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

પૂર્વ કોંગ્રેસ પ્રમુખે ભાજપનો કેસરિયો ધારણ કર્યો
બોટાદ જિલ્લામાંથી ગઈકાલે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પસાર થઈ હતી, જેમાં રાત્રી રોકાણ ગઢડા ખાતે કરવામાં આવ્યું હતું. ગઢડા ખાતેથી આજે શુક્રવારે ભાવનગર ખાતે પ્રસ્થાન કરનાર ગૌરવ યાત્રા ગઢડાના અન્ય ગામોમાંથી પસાર કરવામાં આવી હતી. તે સમયે બોટાદ વિધાનસભા 107 બેઠકના ઉગામેડી ગામ ખાતે ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સમયે ઉગામેડી ગામના સરપંચ અને ગઢડા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ ગઢિયાએ આજે તેમના કાર્યકરો સાથે સૌરભ પટેલની ઉપસ્થિતમાં કોંગ્રેસને બાય બાય કરી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં કામ કરનારા અને સક્રિય આગેવાન એવા ગઢડા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ઉગામેડી ગામના સરપંચ ઠાકરશીભાઈ ગઢિયા દ્રારા આજે તેમના કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરતાં છે.

અન્ય સમાચારો પણ છે...